જામનગર મોર્નિંગ - મોરબી
(અમારા પ્રતિનિધિ ઈરફાન પાલેજા દ્વારા) 
તાજેતરમાં રાજ્યના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં જામનગરના રહેવાસી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે લેવામાં આવ્યા છે જેથી તેમના સહિતના રાજપૂત સમાજના ધારાસભ્ય અને અન્ય આગેવાનોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું મોરબી રાજપૂત સમાજ દ્વારા કાલે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું છે
મોરબી રાજપૂત સમાજ દ્વારા કાલે કાલે તા ૧૭/૦૩/૨૦૧૯ના રોજ પાલિકાના પટાંગણમાં આવેલા ટાઉન હોલ ખાતે બપોર ૦૩:૩૦ પદાધિકારીઓના સન્માન કરવા માટેના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પસંદગી પામેલા જામનગરના રહેવાસી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાનું સન્માન કરવામાં આવશે તે ઉપરાંત માંડવી - મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગોંડલના ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લીંબડીના માજી ધારાસભ્ય લિબડી કિરીટસિંહજી રાણા તથા સમાજના અગ્રણી અનીરૂદ્ધસિંહ જાડેજા(રિબડા)નું સન્માન કરવામાં આવશે આ સન્માન સમારોહના કાર્યક્રમમાં સમાજના દરેક ભાઈઓને હાજર રહેવા માટે મોરબી રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતની ટીમે નિમંત્રણ પાઠવ્યુ છે
રિપોર્ટ ઈરફાન પલેજા મોરબી