પુત્ર-પુત્રીના લગ્નનો ચાંદલો શહિદ ફંડમાં 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયામાં બસ સ્ટેન્ડ આગળ તબીબી સેવા આપતા ડો. આર.એમ. નકુમના પુત્ર ડો. તરૂણભાઇ નકુમ તથા પુત્રી ચી. હેમાલીના લગ્ન તા. 9, શનિવારે તા. 10 રવિવારે નિર્ધાર્યા છે. ખંભાળિયામાં વધુ વસ્તી ધરાવતા સતવારા સમાજના ડો. નકુમ બહોળી સંખ્યામાં સંપર્કો ધરાવતા આ નકુમ પરિવાર દ્વારા અંદાજે બારસો પરિવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં યોજાયેલા ભોજન સમારંભમાં દોઢ થી પોણાબે લાખના પ્રમાણમાં નિધિ એકત્રિત થવા સંભવ છે. આ તમામ નિધિ ઉપરાંત ચાંદલાના પ્રારંભનો શુભારંભ તેમના સ્વખર્ચ રૂ. 5001 થી કરવામાં આવશે. તમામ નિધિ શહિદ ફંડમાં આપવા ડોક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ પ્રમાણેના રાષ્ટ્રપ્રેમને અહીંના માતૃ વંદના રાષ્ટ્રપ્રેમી ગ્રુપ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.