જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર સહિત રાજયભરમાં આગામી ધુળેટીનો પર્વ ધામધુમથી ઉજવાશે પરંતુ આ પર્વમાં અમુક અસામાજીક તત્વો દ્બારા મહિલાઓ પર રંગ ઉડાડી માનભંગ કરવામાં ન આવે તે બાબતે કાળજી રાખવા રાજપુત કરણી સેના મહિલા પાંખના પ્રમુખ રીવાબા જાડેજાએ જિલ્લા પોલીસ વડા સમક્ષ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. જામનગરમાં આગામી તા. ૨૧ ના રોજ ધુળેટીનું પર્વ ધામધુમથી ઉજવવામાં આવશે. રંગોના આ પર્વની તમામ ભાઇઓ-બહેનોએ ઉજવણી કરવી જોઇએ પરંતુ દર વખતે અમુક વિસ્તારોમાં અસામાજીક તત્વો દ્બારા અને જાહેરમાર્ગ પર નિર્દોષ મહિલાઓ પર કલર ઉડાવી માનભંગ કરતા હોવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે આગામી ધુળેટીમાં પોલીસ કડક કાર્યવાહી કરી આવા શખ્સો બહાર ન આવે તે માટે જાહેરમાં રંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકી કાર્યવાહી કરવાની કરણી સેનાના પ્રમુખ રીવાબા જાડેજાએ માગણી કરી છે.