મોરબીમાં ઈન્ડિયન લાયોનેશ કલબે મહીલાઓને શિલ્ડ આપી સન્માન કરી નારી શક્તિને ઉજાગર કરવા નિબંધ સ્પર્ધાનુ આયોજન કરાયું 
જામનગર મોર્નિંગ - જામનગર 
(અમારા પ્રતિનિધિ ઈરફાન પલેજા દ્વારા)
મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા નિબંધ સ્પર્ધાનુ આયોજન કરી નારી શક્તિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો જેમા સમગ્ર મોરબી શહેરમાંથી ૨૧ વર્ષથી ઉપરના મહિલાઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ નિબંધ સ્પર્ધામાં સંકટ સમયે મદદ આપવી સમાજની અંદર મહિલાઓને માન સમ્માન આદન પ્રદાન જાળવવા સહીતના પ્રવચનો કરી મહીલાઓમા જાગૃતતા લાવવા પ્રયાસ કર્યો છે તેમજ રસોડાથી કોમ્પ્યુટર સુધીની સ્ત્રીની સફર જેવા વિષયો પર શહેરમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત ગૃહિણીઓએ વિચારો રજુ કરી નારી શક્તિની વિશિષ્ટતા રજુ કરી હતી જેમા જેમા એકથી પાંચમાં ક્રમે આવેલા રસીલાબેન.એચ.અઘારા વિધિબેન.વી.જાની જાગૃતિબેન મેરજા પાયલબેન ગઢીયા અને રાણા યોગીતાબા અને દેવીનાબા ઝાલાને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા તદુપરાંત મહીલાઓ કે જે સ્પર્ધામાં ભાગ લીધેલ હતો તેઓને જયદિપસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ અને એ.બી.જાડેજાના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા જ્યારે નિર્ણાયક તરીકે ધ્વનીબેન પ્રફુલાબેન તેમજ મોરબી લાઈફલાઈન હોસ્પિટલના ડો.સ્નેહાબેને ફરજ બજાવી હતી આ કાર્યક્રમ અંતર્ગત મહીલાઓને એક્યુપ્રેસર સહીતના મહત્વના મુદાઓ વિશે જાણકારી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શોભનાબા.એસ.ઝાલા ઉપપ્રમુખ પ્રતિબેન દેસાઈ સેક્રેટરી મયુરીબેન કોટેચા પુનમબેન હિરાણી સહીતનાઓએ યોગાદાન આપ્યુ હતુ.