જામનગર મોર્નિંગ - દ્વારકા,
શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક વિભાગ – દ્વારકા, દ્વારા ગઇ કાલે પ્રથમ વાર્ષિક દિન ઉજવવામાં આવ્યો હતો. આ વાર્ષિક દિવસ ના આયોજનમાં બાળકો ને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય અતિથી રૂપે પ્રાંત અધિકારીશ્રી વિઠ્ઠલાણી સાહેબ, શ્રી પૂર્ણેશ જૈન ડાયરેક્ટર ઓફ સેફ્રોન એટ્યુવર્ડ પ્રા.લી.,  નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ડુડીયા સાહેબ, દ્વારકાનગર પાલિકા ના પ્રમુખશ્રી જીતુભા માણેક, ઉપપ્રમુખશ્રી તથા સ્થાનિક આગેવાનો તેમજ વિવિધ ખાતામાં પોતાની ફરજ બજાવતા સ્થાનિક સરકારી કર્મચારીઓએ પણ હાજરી આપી હતી જેનાથી કાર્યક્રમ ભવ્ય, દિવ્ય અને અદભુત થયો હતો.

વધુમાં શાળાના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે શાળા માં અવારનવાર કાર્યક્રમો તથા વિવિધ પ્રવૃત્તિઓ થતી જ હોય છે, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ હેતુ બાળક ને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુ આવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે.