પાંચ મહિલા સહિત દશ ઝડપાયા : પાંચ મહિલા સહિત આઠ ફરાર 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર-જિલ્લામાંથી દેશીદારૂ અંગે ઠેર-ઠેર પોલીસે દરોડા પાડી 688 લીટર દેશીદારૂ અને 20 લીટર કાચો આથો કબ્જે કરી પાંચ મહિલા સહિત દશ શખ્સની ધરપકડ કરી હતી. જયારે પાંચ મહિલા સહિત આઠ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ આરંભી છે. 
મળતી વિગત મુજબ બાવરીવાસ રેલવે ફાટક પાસેથી રાખીબેન રાજેશભાઈ બાબુભાઈ પરમાર નામની મહિલાના કબ્જામાંથી 3 લીટર દેશીદારૂ, જામનગરમાં મેકની ધાર પાસેથી મુનીબેન ધીરૂભાઇ સોલંકીના કબ્જામાંથી 2 લીટર દેશીદારૂ, કારાભુંગામાંથી મંજુબેન નાનજીભાઈ પરમારના રહેણાંક મકાનમાંથી 25 લીટર દેશીદારૂ, ધ્રોલમાંથી લખમીબેન શીવાભાઈ પરમારના રહેણાંક ઝુંપડામાંથી 6 લીટર દેશીદારૂ, જોડીયામાંથી હનિફ ઇબ્રાહીમભાઇ રાધાના કબ્જામાંથી 3 લિટર દેશીદારૂ, મોટી ખાવડીમાંથી રાજલબેન રાજુભાઈ જેમલભાઈ હાજાણીના કબ્જામાંથી 6 લીટર દેશીદારૂ, જામજોધપુરમાં ટેરેસા સ્કુલ પાસેથી વિનોદભાઈ વીરાભાઇ વાઘેલાના કબ્જામાંથી 5 લિટર દેશીદારૂ, ચુરગામ પાસેથી લાલજીભાઈ જેન્તીભાઇ કુંડેચાના કબ્જામાંથી 6 લીટર દેશીદારૂ,જામજોધપુરના ખરાવાડમાંથી પ્રકાશભાઈ જમનભાઈ કડીવારના કબ્જામાંથી 3 લીટર દેશીદારૂ અને સતાપર ગામમાંથી જયેશભાઇ વિઠઠલભાઈ શિહોરાના કબ્જામાંથી 2 લીટર દેશીદારૂ ઝડપી લઇ પાંચ મહિલા સહિત દશ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મહિલા આરોપીને નોટીસ આપી મુક્ત કરી હતી.      
જયારે મચ્છરનગરમાંથી જિવુબા કનકસિંહ જાડેજાના રહેણાંક મકાનેથી દેશીદારૂ, બાવરીવાસમાંથી જમનાબેન ભવરલાલ પરમારના રહેણાંક મકાનમાંથી 150 લીટર કાચો આથો, વુલનમીલ ફાટક પાસેથી ધનીબેન કિશોર સુરજન વઢીયારના રહેણાંક માંકનમાંથી 20 લીટર કાચો આથો, દિ. પ્લોટ 49માંથી રાણીબેન દેવાભાઇ મેસુરભાઈ ગઢવીના રહેણાંક ઝુંપડામાંથી 4 લીટર દેશીદારૂ, નવા મોખાણા ગામમાંથી નાથીબેન રામદેભાઇ ચારણના કબ્જામાંથી 3 લીટર દેશીદારૂ, વાછરા ડાડાના મંદિર પાછળથી જીવણીબેન રાયદેભાઇ પાલાભાઈ ચારણના કબ્જામાંથી 7 લીટર દેશીદારૂ, પીપળી ગામની સીમમાંથી લાલા દેશળ ગુજરીયાના કબ્જામાંથી 600 લીટર દેશીદારૂ, મોટી ખાવડીમાંથી જાલુ પ્રેમજીભાઈ સૂમેતના કબ્જામાંથી 9 લીટર દેશીદારૂ અને મોડપર ગામમાંથી જગાભાઈ કાનાભાઇ ગોજીયાના રહેણાંક મકાનમાંથી 4 લીટર દેશીદારૂ મળી આવતા 5 મહિલા સહિત આઠ શખ્સ વિરુધ્ધ ગુન્હો નોંધી ફરાર થઇ જતા શોધખોળ હાથ ધરી છે.