પથ્થર કાપવા માટે ચકરડી ચાલુ કરવા જતા બન્યો બનાવ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતા અને પથ્થર કાપવાનું કામ કરતા હરીશભાઈ છગનભાઇ કટેશીયા નામના 30 વર્ષના સતવારા જ્ઞાતિના શ્રમિક યુવાનને એકાએક વીજઆંચકો લાગતાં તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું છે. 
મળતી વિગત મુજબ  મૃતક યુવાન ખીમલીયા ગામમાં કડીયાકામ કરતો હતો અને એક પથ્થર કાપવા માટે ઇલેક્ટ્રીક ચકરડી ચાલુ કરવા જતા વીજ બોર્ડમાંથી તેને એકાએક વીજઆંચકો લાગ્યો હતો અને સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા છગનભાઇ રઘુભાઇ કટેશીયાએ પોલીસને જાણ કરતા પંચકોશી બી ડીવીઝનના પોલીસ સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવ્યું છે અને મૃતદેહ તેના સ્વજનોને સોંપી દીધો છે.