જામનગર મોર્નિંગ -  અમદાવાદ
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જામનગરમાં સિટિંગ એમપી પૂનમબેન માડમને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપના બળવાખોર સાંસદ મનસુખ વસાવાને પણ રિપિટ કરાયા છે. બે કે ત્રણ બેઠકોને બાદ કરતાં યાદી મુજબ મોટાભાગના સાંસદ રિપિટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપે ગાંધીનગરથી રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહનું નામ તો જાહેર કર્યું જ છે, આમ અત્યાર સુધીમાં ગુજરાતની 26માંથી 16 બેઠકોના ઉમેદવાર જાહેર થયા છે. જ્યારે 10 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવાનું બાકી છે.

લોકસભા માટે ભાજપના ઉમેદવારો
જામનગર: પૂનમબેન માડમ
કચ્છ: વિનોદ ચાવડા
ખેડા :દેવુસિંહ ચૌહાણ 
દાહોદ: જસવંતસિંહ ભાભોર
વડોદરા: રંજનબેન ભટ્ટ
ભરૂચ: મનસુખ વસાવા
બારડોલી: પ્રભુ વસાવા
નવસારી: સી. આર. પાટીલ
વલસાડ: કે. સી. પટેલ
સાબરકાંઠા: દીપસિંહ રાઠોડ
અમદાવાદ પશ્ચિમ: કિરિટ સોલંકી
સુરેન્દ્રનગર:  મહેન્દ્ર મુંજપરા
રાજકોટ:  મોહન કુંડારિયા
અમરેલી: નારણ કાછડિયા
ભાવનગર: ભારતીબેન શિયાળ

વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર

ધ્રાંગધ્રા: પરસોત્તમ સાબરિયા

જામનગર: ગ્રામ્ય  રાઘવજી પટેલ

માણાવદર: જવાહર ચાવડા