જામનગર મોર્નિંગ - દ્વારકા 
જામનગર શહેર અને જિલ્લામાં સ્વાઈન ફ્લુનો રોગચાળો વકર્યો છે અને સ્વાઈન ફ્લુના કારણે દિન પ્રતિદિન મૃત્યુનો આંક વધતો જ જાય છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દ્વારકાના વધુ એક દર્દીનું સ્વાઈન ફ્લુના કારણે મૃત્યુ નીપજ્યું છે. જી. જી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીનો મૃત્યુઆંક 20નો થયો છે. 
દ્વારકામાં રહેતા પાલભાઈ નામના 68 વર્ષના બુઝુર્ગને પાંચ દિવસ પહેલા સ્વાઈન ફ્લુની બીમારીના કારણે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસની સારવાર પછી ગઈકાલે બપોરે તેઓનું મૃત્યુ નીપજ્યું છે. ચાલુ સીઝનમાં સ્વાઈન ફ્લુના કારણે જી.જી. હોસ્પિટલમાં મૃત્યુનો આંક 20 નો થયો છે. જયારે હજુ 10 દર્દીઓ સ્વાઈન ફ્લુની સારવાર હેઠળ છે.