જામગનર મોર્નિંગ -જામનગર
જામનગર શહેરને ઉત્કૃષ્ટ રીતે નયનરમ્ય બનાવવાના ઉદેશ્યથી ચિત્રનગરી જામનગર પ્રોજેકટનો આરંભ જામનગર મહાનગરપાલિકા દ્બારા કરવામાં આવેલ છે. જેના નવમાં સોપાન અંતર્ગત જામનગર શહેરના ગૌરવપથ (સાત રસ્તાથી ટાઉનહોલ) ની બંને બાજુથી કમ્પાઉન્ડ વોલ પર સામાજિક સંદેશ આપતા ચિત્રો જેવા કે સ્વચ્છતા, બેટી બચાઓ, બેટી પઢાઓ, પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ તેમજ ભારતીય સુરક્ષા દળો, જય જવાન / અમર જવાન વિગેરે (જાતિ, ધર્મ, રાજય કે કોમર્શીયલ જાહેરાત સિવાયના) બનાવવા માટે જામનગર શહેરના કલાપ્રિય આર્ટીસ્ટોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. ચિત્રો બનાવવા માટે જરૃરી કલર મ.ન.પા. દ્બારા પુરા પાડવામાં આવશે. આર્ટિસ્ટોએ ફકત પેઇન્ટ બ્રશ જ લાવવાના રહેશે. આ પ્રોજેકટમાં સહભાગી થયેલ તમામ આર્ટીસ્ટોને મેયર તથા કમિશ્રનર તરફથી પ્રમાણ પત્ર સ્થળ પર જ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.