હુમલાખોરો બન્યા બેફામ : પોલીસે આગળની તપાસ હાથ ધરી 
જામનગર મોર્નિંગ - મોરબી 
(અમારા પ્રતિનિધિ ઈરફાન પાલેજા દ્વારા)
મોરબી સીરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને મારબોમેક્સ અને ઓએસીસી સીરામીક કંપનીના માલિક સુખદેવ પટેલ પર જીવલેણ હુમલો કરવા માં આવ્યો. લગભગ સવારે 11 વાગ્યાની આસપાસ મારબોમેક્સ સીરામીકમાં અમુક શખ્સો દ્વારા કોઇ બાબતે માથાકૂટ થઈ હતી. તેમાં સુખદેવભાઈ પટેલને માર મારીમાં ઇજાઓ પહોંચાડવા માં આવી હતી. જયારે તેમને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ મોરબી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બનતા મોરબી સીરામીક એસોસિએશનના આગેવાન દવાખાને દોડી ગયા અને બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડાને પણ ઉદ્યોગકાર આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે હાલ બનાવની નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.