પ્રેમસંબંધ કેળવી લગ્નની લાલચ આપી શખ્સે અન્ય ૧૯ શખ્સોની મદદથી કૃત્ય આચરતાં સમગ્ર જામનગર જિલ્લામાં ખળભળાટઃ મૈત્રીકરાર ધરારથી રદ્દ કરાવી સહીઓ કરાવી લીધીઃ દુષ્કર્મ, એટ્રોસીટી સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો દાખલઃ યુવતીને પરત ઘરે મૂકી જઈ શખ્સો પલાયન
જામજોધપુર પંથકની યુવતીને પૈસાની લાલચ આપી બાદમાં એક શખ્સ સાથે પરિચય કરાવ્યા બાદ તેણી સાથે આ શખ્સે પ્રેમસંબંધ કેળવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેતાં બાદમાં મૈત્રીકરાર કરવામાં આવેલ હોય જે બળજબરીથી રદ્દ કરાવી પરત પોતાના ઘરે મૂકી જતાં આ સમગ્ર મામલે વીસ શખ્સો સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા સમગ્ર જામનગર જિલ્લામાં આ બનાવ અંગે ખળભળાટ મચી જવા પામ્યો છે, જામજોધપુર પોલીસે તમામ શખ્સો સામે દુષ્કર્મ, એટ્રોસીટી સહિતની વિવિધ કલમો હેઠળ અપરાધ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મળતી વિગત મુજબ ઉપલેટા તાલુકાના વાડલા ગામે રહેતા વિજયભાઇ બગડા તથા હસમુખભાઇ ઉર્ફ ડાયાભાઇ નાથાભાઇ તથા જોસનાબેન હસમુખભાઇએ પૈસાની લાલચમાં આવી યુવતીનો વસંતભાઇ ઠાકોર નામના શખ્સ સાથે પરીચય કરાવ્યો હતો, અને તેણીને પ્રેમજાળમા ફસાવવામા મદદ કરી હતી, બાદ વસંત ઠાકોરએ યુવતી સાથે પ્રેમજાળ બિછાવી લગ્નની લાલચ આપી હતી, ત્યારબાદ પ્રથમ વસંતનો મિત્ર પ્રકાશ પ્રજાપતિ તથા એક અજાણ્યા શખ્સ સાથે આવેલ અને ફોર વ્હિલ ગાડી નં-જી.જે.-૦૧-.આર.વી.-૦૪૫૬મા દ્વારકા લઇ જઇ ફેરવી ત્યારબાદ તેના મિત્રો ઘનશ્યામ પ્રજાપતિ તથા દીપુ નામના શખ્સે દીલીપસિંહ ચાવડાની પત્નિ (માસીના નામવાળી) સાથે આ યુવતીને ગાંધીનગર બોલાવી હતી. જ્યાં દીલીપસિંહ ચાવડાએ પોતાની વાડીમાં રાખી દીલીપસિંહ ચાવડા તથા પટેલ વિષ્ણુભાઇ જોઇતારામને સાક્ષીમાં રાખી મૈત્રી કરાર કરી અવાર-નવાર શરીર સંબંધ બાંધી તેણીને દોઢ માસનો ગર્ભ ધારણ કરાવી નાંખેલ, બાદ ગર્ભને તેના મિત્ર ડો.વિરલ પાસે મરજી વિરૃધ્ધ પડાવી નંખાવતા જે અંગે તેણીએ વિરોધ કરતા વસંત ઠાકોરે મારકૂટ કરી હતી, અને આ કામમાં એ.બી.ઠાકોર, તથા લાલાભાઇ ઠોકોર તથા વસંતના મોટા બાપા જેનુ નામ આવડતુ નથી તથા એ.બી.ઠાકોરના પત્નિ તથા ભાવનાબેન વસંત ઠાકોર અત્થા ભમીમા (વસંતના નાનીમા) તથા અશોક જી.ઠાકોર તથા જશાભાઇ વિગેરેએ મળી વસંતને મદદ કરી હતી, વધુમાં તેણી દલિત જ્ઞાતિની હોય જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી, ગાળો બોલી, ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકી પરત તેણીના ઘરે મુકી ગયા હતા અને મૈત્રી કરાર રદ્દ કરવા બાબતે તેણી પાસેથી સહી મેળવી લીધી હતી.
આ બનાવમાં યુવતીની ફરિયાદ પરથી વિજયભાઇ બગડા, હસમુખભાઇ ઉર્ફ ડાયાભાઇ નાથાભાઇ, જોસનાબેન હસમુખભાઇ (રહે. વાડલા તા. ઉપલેટા), વસંતભાઇ ઠાકોર, પ્રકાશ પ્રજાપતિ, એક અજાણ્યો શખ્સ, ઘનશ્યામ પ્રજાપતિ, દીપુ, દીલીપસિંહ ચાવડાની પત્નિ, દીલીપસિંહ ચાવડા, પટેલ વિષ્ણુભાઇ જોઇતારામ, ડો.વિરલ, એ.બી.ઠાકોર, લાલાભાઇ ઠાકોર, વસંતના મોટા બાપા, એ.બી.ઠાકોરના પત્નિ, ભાવનાબેન વસંત ઠાકોર, ભમીમા (વસંતના નાનીમા), અશોક જી.ઠાકોર તથા જશાભાઇ (રહે. તમામ આઝોલ તથા સરગાસણ, તા.જી.ગાંધીનગર) નામના શખ્સો સામે જામજોધપુર પોલીસે દુષ્કર્મ, એટ્રોસીટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો, આ સમગ્ર બનાવની એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક આગળની તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવે જામજોધપુર પંથકમાં સારી એવી ચકચાર જગાવી છે.