અગાઉ આરોપીએ મહિલા કોર્પોરેટરના પુત્રો સહિતના શખ્સો સામે હત્યાના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી હતી

જામગનર મોર્નિંગ -જામનગર
જામનગરમાં પ્લોટના સાફ-સફાઇ કરતી વેળાએ યુવાન અને સાહેદો પર બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરતાં આ બનાવની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઇ છે, અગાઉ હુમલો કરનાર એક શખ્સે સામા પક્ષના કોર્પોરેટરના પુત્રો સહિતનાઓ સામે હત્યાના પ્રયાસ સબબ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા ભરત વાઘજીભાઇ વડેચા નામના યુવાનને ઇકબાલ અલારખા શેખ, કાસમ અલારખા શેખ નામના શખ્સોએ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકા વડે મારકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, આ બનાવમાં ભરત વડેચા ઉપરાંત સાહેદોને પણ ઈજા પહોંચી હતી, આ બનાવ અંગે તેની ફરિયાદ પરથી બંને શખ્સ વિરુધ્ધ સીટી સી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે, વધુમાં ભરત વડેચાના શેઠનો પ્લોટ સાફ સફાઇ કરતી વેળાએ ઉશ્કેરાયેલા શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યાનું જાહેર થયું છે, ઉલ્લેખનિય છે કે, આ બનાવમાં ઇકબાલ અલારખા શેખે મહિલા કોર્પોરેટરના ચાર પુત્રો સહિત અન્ય ૧૧ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.