જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર તાલુકાના દરેદમાં રહેતા એક યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે આર્થિક ભીંસના કારણે તેણે આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે.  
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં બસ સ્ટેન્ડ નજીકની સરકારી શાળા પાસે રહેતા બળુભા નટુભા રાઠોડ નામના ચાલીસ વર્ષીય ગરાસીયા યુવાને ગયા સોમવારે સાંજે પોતાના ઘેર અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. દવાની અસરના કારણે બેશુદ્ધ બની ગયેલા બળુભાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજતા પંચકોશી 'બી' ડિવિઝનના જમાદાર હરીહર પાંડવે મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.