ખંભાળીયા શહેરની ફાઈલ તસ્વીર


જામનગર મોર્નિંગ - ખંભાળીયા 
ખંભાળીયાને દેવભૂમિ દ્વારકા જીલ્લાનું હેડ ક્વાટર બનાવવામાં આવ્યુ પરંતુ પુરાતન સમયથી ગામડાની બાંધણી અને એજ પેટર્નથી વિકસિત થયેલ ખંભાળીયાની શેરી ગલીઓ તથા કેટલાક માર્ગોમાં ટ્રાફિકથી ભારે ગુંગણામણ અનુભવવી પડે છેં.
બે ફિકર લોકો તથા બે જવાબદાર  તંત્રના કારણે આ પૌરાણિક શહેરમાં ટ્રાફીક સમસ્યાના નિરાકારણનો કોઈ વિકલ્પ ના રહેતા અહીંના જાણીતા સેવા ભાવિ તથા નાગરિક સમિતિના સંયોજક ડૉ એચ. એન.  પંડ્યાએ આ પ્રકારનું સૂચન કર્યુ કે મેઈન માર્ગોની આવેલ શેરી ગલીઓના માર્ગો સમતળ કરવામાં આવેતો મેઈન માર્ગો પર ટ્રાફિકમાં રાહત થઈ શકે આ સુચનને માન્યતા આપવામાં આવી છેં અને ખંભાળિયાના મેઈન નગર ગેઇટ શારદા સિનેમા સુધીના પ્રથમક્રમના ટ્રાફિકની ગીચતામાં રાહત થાય માટે ભુવનેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ પુલિયા આગળથી પસાર થતો કાચો માર્ગ જે ડૉ ઓ. પી. શંખલા હોસ્પિટલ સામે પુર્ણ થતો હોય તે માર્ગને સી.સી. માર્ગ બનાવવામાં આવતા વાહન ચાલકોને તથા રાહદારીઓને ગુંચવણતા ભર્યા માર્ગના વિકલ્પે શોર્ટકટની માર્ગની વ્યવસ્થા મળી છેં. મહત્વની વાત એ પણ છેં કે માર્ગના બંને છેડે લોકોની જાણકારી માટે બોર્ડ લગાવવા જરૂરી છેં.