જોડીયામાં નિરાધર મહીલાને ખુનની ધમકી પોલીસ ફરિયાદ છતા કોઈ કાર્યવાહી નહી પોલીસ પ્રજાના રક્ષણ માટે છે કે પછી લુખ્ખાઓ અને મોટા માથાઓને  છાવરી લેવા માટે છે.? : જોડીયામાં નિરાધાર મહિલાનો પ્લોટ પચાવી પાડવા લુખ્ખા તત્વોને પોલીસનો ડર નહી અરજદારને આપે છે મારી નાખવાની ધમકી

(અમારા પ્રતિનિધિ ઈરફાન પાલેજા દ્વારા)
જામનગર મોર્નિંગ - મોરબી 

જોડીયામાં રહેતા નિરાધાર વિધવા મહીલા ભગવતીબેન બુધ્ધભટીનો પ્લોટ પચાવી પાડવા લુખ્ખા તત્વો પોલીસની મીઠી નજર હેઠળ બન્યા બેફામ નિરાધાર મહીલાને ખુનની ધમકી આપી પ્લોટ પર પેશકદમી કરી જમીન માલીકને દાદ નહી દેતા નિચ પ્રવૃત્તિ સામેનો જંગ હવે શરૂ થયો છે જે પ્લોટને ખોટી રીતે પચાવી પાડવા અમુક લેભાગુ લુખ્ખા તત્વો મેદાને પડ્યા છે તે પોલીસની રહેમ નજર હેઠળ ફુલીફાલ્યા છે આ ગરીબ નિરાધાર મહિલાના મરણ મુડી સમાન પ્લોટને પચાવવા તમામ કહેવાતા લુખ્ખાઓ જમીન પર ડોળા મંડરાવે છે તેને પોલીસ તે વગદાર લોકોને મોરપીંછથી અને સામાન્ય પ્રજાને ડંડાથી મારવાની કાર્યવાહી કરી ધમકી આપતા હોવાની રાવ ઉઠવા પામી છે તેમજ મહિલાના અપરાધીને મોરપીંછથી મારવાની પોલીસની આ નીતિરીતિ આરોપીને છાવરતા હોવાની બુ આવે છે જે પોલીસની તટસ્થતા અને ફરજ નિષ્ઠા પર શંકા ઉપજાવે તેવી છે જોડીયા પોલીસ અપરાધીઓ સામે રીતસર ઘૂંટણીયે પડી ગઈ છે જેમા તા.૨૧/૨/૧૯ના રોજ મહિલાએ જોડીયા પોલીસમાં ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ કરી ત્યારે ફરિયાદીની સામે અપરાધીના વકીલ હોય તેમ એક્શન લેવાને બદલે દલીલબાજી શરૂ કરનાર પીએસઓ ખૂનની ધમકી જેવી ગંભીર ફરિયાદને સિવિલ મેટરમાં ખપાવવા ધમપછાડા માર્યાં હતા જે પ્રકારના પોલીસ કર્મચારીઓ શું પ્રજાના રક્ષણ માટે લાયક છે ? લુખ્ખા તત્વોના ચોકીદાર બની પ્લોટ પચાવવાની પેરવી કરતા અમુક લેભાગુની સાથે પોલીસ આ કેસમાં જસ ખાટવા મેદાને પડી હોય તેવુ ચર્ચાઈ રહ્યુ છે જે ખૂનની ધમકી અંગેની ફરિયાદ દસ દિવસ સુધી કોઈ પગલાં લેવાય નહીં તે પરથી સાબિત થાય છે તેમજ આ અંગે કહેવા પુરતી સામાન્ય ૧૫૧ કલમથી કલાકોમાં મામલતદાર પાસે રજૂ કરી કરી છોડી મૂકાયો હતો ! તેવુ લોકોમાં ચર્ચાતા મુજબ પોલીસે વગદારના દબાણથી યા તો આર્થિક લાભથી ઢીલી નીતિ અપનાવી છે આ પ્લોટ પચાવવા પાછળ ટ્રક ડ્રાઈવરને સાથ સહકાર આપનાર એક ટણક ટોળકી કાર્યરત છે આ ટોળકીમાં હોમગાર્ડથી તલાટી સુધીના સરકારી કુતરા ભસી અન્ય લુખ્ખાને ચડામણી કરતા હોવાનુ બહાર આવ્યુ છે જેમા નિવૃત્ત તલાટીમંત્રી સસ્તા અનાજની દુકાનનો સંચાલક અને અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ લુખ્ખાઓ જોડાયેલછે મહત્વપૂર્ણ બાબત એ છેકે આ ટોળકી હિન્દુ મુસ્લિમની વાતો કરી પોલીસને તેમજ તમામ પ્રજાજનોને ગેરમાર્ગે દોરે છે આ ટણક ટોળકી ધાર્મિકતાની વાતો કરી ખોટા સીન સપાટા કરવામાં કુખ્યાત માનવામાં આવે છે ધાર્મિકતાની વાતો કરી દાતાઓ સાથે છેતરપિંડી કરનારી આ ટોળકીએ પ્રેસ-મીડિયા સામે ઘર્ષણમાં ઉતરવાની બેવકૂફી કરી છે જેના પરિણામ તેઓને આવનારો સમય દેખાડશે અને આ પ્લોટ પચાવવા લુખ્ખાઓને લોઢાના ચણા ચાવવા બરાબર છે જેમા સ્થાનિક કોઇપણ રાજકીય પક્ષના અગ્રણી હરામી ટોળકીની તરફેણ કરીને પોતાની કારકિર્દી અને પ્રતિષ્ઠા જોખમમાં ન મૂકે તેવુ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે તેમજ પોલીસને આ કેસમાં અરજદારને સાથ સહકાર આપી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે તેઓ પૈસાના પાવર વચ્ચે જસ ખાટવા કુદે છે પણ તમામને કોર્ટ કાર્યવાહી સબક શિખડાવશે તેમજ આ જમીન પર માત્ર ટ્રક રાખવા હા પાડનાર માલીકનો આજે એ જમીન પચાવી પાડવા હવાતીયા મારે છે અને નિરાધાર મહીલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પોલીસને અરજી આપતા પોલીસે ઉડાવ જવાબ આપી આ સિવિલ મેટર છે એમા અમે કાંઇ નહી કરી શકીયે જેથી અરજદારે આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનુ જણાવ્યુ છે.