જામનગર મોર્નિંગ - જામનગર 
કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામમાં રહેતી એક પરણિતાને તેણીના પતિ અને સાસુએ ત્રાસ ગુજારી દહેજની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હોવાથી તેણીએ બંને સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. 
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામમાં રહેતી અને મોટી વાવડી ગામમાં પરણાવેલી સોનલબેન હરેશભાઇ બગડા નામની 30 વર્ષની પરણિત યુવતીને પતિ અને સાસુએ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી અને લગ્નમાં જે ખર્ચ થયું હતું તે પૈસાની માંગણી કરી હતી. 
જેથી સોનલબેન પોતાના માવતરે ભલસાણ બેરાજા ગામે આવી ગયા છે તેણીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાના પતિ હરેશ મીઠાભાઇ બગડા અને સાસુ વાલીબેન મીઠાભાઇ બગડા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.