જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા એક હે.કો. તથા કોન્સ્ટેબલને રૂ. સવાલાખની લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા પછી આ લાંચના પ્રકરણમાં એક પોલીસ અધિકારીનો પણ ઉલ્લેખ થયો હતો લાંચની ફરિયાદ નોંધાવનાર ફરિયાદીએ એવું જણાવ્યું હતું કે બંને લાંચીયા પોલીસ કર્મચારીઓએ પૈસાનું સેટીંગ કરવા માટે અમારા સાહેબ નહીં માને અને તમારે સાત લાખ રૂપિયા આપવાજ પડશે તેવી જ વાત કહી પૈસા માટે દબાણ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેથી આ પ્રકરણમાં એસ.ઓ.જી. ના કોઈ પોલીસ અધિકારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ થઇ રહી છે. તે દરમ્યાન જિલ્લા પોલીસ વડા દ્વારા એસ.ઓ.જી. શાખામાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા એચ.બી.બોહીલની તાત્કાલીક અસરથી બદલી કરી નાખવામાં આવી છે અને તેને લીવ રીઝર્વમાં મુકી દેવાયા છે.