દાવેદારોમાં કેટલાંક ચહેરાઓ એવા જેને કાર્યકરો પણ માંડ ઓળખતા હશે...!ઃ ત્રીસથી વધુ ઉમેદવારોએ નિરીક્ષક સમક્ષ ટિકીટની માંગણી કરી
જામનગર મોર્નિંગ-જામનગર
લોકસભાની સાથે જ જામનગર ગ્રામ્ય બેઠકની ખાલી પડેલ વિધાનસભા બેઠક માટે પણ તે જ દિવસે મતદાન યોજાવવાનું છે, ત્યારે સ્વાભાવીક છે કે તંત્રની સાથે સાથે પક્ષે પણ તૈયારીઓ કરવી પડે, ભાજપના નિરીક્ષકો સામે તો દાવેદારો એ દાવો કરી અને ટીકીટની માંગણી થોડાદિવસો પૂર્વે જ કરી લીધી.
તો આજે વારો હતો કોંગ્રેસનો... કોંગ્રેસ પક્ષે પણ જામનગર ગ્રામ્ય બેઠક માટે મુરતિયાઓને સાંભળવા આજે ત્રણ નિરીક્ષકો બ્રિજેશ મેરજા, જસવંત ભટ્ટી અને ચંદ્રિકાબેન ચુડાસમાની ટીમને જામનગર મોકલી હતી, જામનગર ગ્રામ્ય બેઠક માટે આજે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગ્યું એક બે નહિ પરંતુ ૩૦ થી વધુ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નિરીક્ષકો સમક્ષ નોંધાવી અને પોતાને ટીકીટ મળે તેવી સૌ કોઈએ માંગ કરી હતી. દાવેદારી કરનાર દાવેદારો મા કેટલાક ચહેરાઓ તો એવા હતા જેને કદાચ કોઈ કાર્યકરો પણ માંડ ઓળખતા હશે.
પોતાની દાવેદારી નોંધાવી તેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથીયા, જીલ્લા પંચાયત પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર એકના કોર્પોરેટર કાસમ ખફી, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામ રાઠોડ, રેખાબેન ગજેરા, દિગુભા જાડેજા, કોર્પોરેટર યુસુફ ખફી, દિલીપસિંહ જેઠવા, અમીન જ્ન્નર સહિતના લોકોએ ગઇકાલે ઉમેદવારી નોંધાવી હતી, હવે પાર્ટી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે...? તે આગામી સમયમાં જોવું રહ્યું...!