જામનગરમાં  દિગ્જામસર્કલ પાસે
મિત્ર સાથે કબૂતર પકડવા જતા બન્યો કરૂણ બનાવ : પરિવારમાં કરૂણ આક્રંદ છવાયો : પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં નવનિર્મિત સાતમાળની બિલ્ડીંગ પરથી નીચે પટકાતા તરૂણનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ તરૂણ અને તેનો મિત્ર કબૂતર પકડવા ઘરની બાજુમાં આવેલ બિલ્ડીંગમાં જતા બાદમાં ઉપરથી પટકાતા મોતને ભેટતા આ સમગ્રે મામલે પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મળતી વિગત મુજબ જામનગરના દિગ્જામસર્કલ પાસે નવનિર્મિત સાત માળની બિલ્ડીંગનું બાંધકામ ચાલુ હોય આ નવનિર્મિત આરવ હાઇટઝ નામની બિલ્ડીંગની બાજુમાં રહેતો કરણ લાભુભાઈ (ઉ.વ.14) નામનો તરૂણ અને તેનો મિત્ર કબૂતર પકડવા માટે છેઠ પાંચમા માળ સુધી ગયા હોય  આ વેળાએ એકાએક કરણ નામના તરૂણનો પગ લપસતાં પાંચમા માળેથી તે નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું શરીરમાં ગંભીર ઇજા થવાથી મોત નિપજતા પરિવારમાં કરૂણ આક્રંદ છવાઈ ગયો છે. બીજી તરફ પરિવાર જનો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.