સંખ્યાબંધ કેસ રજુ થયા          
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ન્યાયાલયમાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસ, નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળના કેસ, બેંકના રીકવરી દાવા, એમએસીપીના કેસ, લેબર તકરાર, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના સમાધાનપાત્ર કેસ, કૌટુંબિક તકરાર, જમીન સંપાદન, સર્વિસ મેટર, એલાઉન્સીસ, નિવૃત્તિના કેસ, રેવન્યૂ કેસ, મનાઈ હુકમના દાવા વિગેરે કેસીસના નિરાકરણ માટે યોજાયેલી લોક અદાલતમાં સંખ્યાબંધ કેસ રજુ થયા હતાં. આ રજાના દિવસે પણ ન્યાયાલયના પટાંગણમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.