જામનગર મોર્નિંગ - જામનગર 
ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના સ્વસ્થવૃત-યોગ વિભાગમાં ધન્વંતરી મંદિર, ડી.કે.વી. સર્કલ સામે તા. 11/03/2019 થી 16/03/2019 સુધીના છ દિવસ સુધી સાંજે 3.00 થી 6.00 વાગ્યા દરમ્યાન "કટિશૂલ (કમરના રોગો)" પર નિઃશુલ્ક યોગ-ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો હોવાથી ઉપરોક્ત સ્થળે કાર્યાલયના સમયે રજા સિવાયના દિવસોમાં રૂબરૂમાં આવી નામ નોંધાવી જવું તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.