જામનગર, ખંભાળિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર તાલુકાઓના જુદાં જુદાં ગામોમાં મળીને કુલ રૂ. 102.40 કરોડના નવા રોડ, ફોરટ્રેક અને કોઝ-વે વિગેરેના કામ સરકારમાંથી તાત્કાલીક મંજુર કરાવતા સાંસદ પૂનમબેન માડમ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમે વધુ અનેક અત્યંત જરૂરી કામો સરકારમાંથી મંજુર કરાવ્યા છે. જોડિયા તાલુકાના રસનાળને જોડતો માર્ગ 30 વર્ષમાં વખત મંજુર થતા ગ્રામજનો ખુશખુશાલ થયા છે. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમએ સરકારમાં જુદા જુદા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારો માં તાત્કાલિક સુવિધા સરકાર માથી મંજૂર કરાવી છે જેમાં જામનગર, ખંભાળિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર તાલુકાઑના જુદા જુદા ગામોમાં મળી ને 101.40 કરોડ ના નવા રોડ, ફોરટ્રેક, કોઝવે વિગેરેના કામનો સમાવેશ થાયે
રાજય સરકારે ધુનડાથી રસનાળનો રોડ સાત કિલોમીટરનો માટીકામ-મેટલકામ-ડામરકામ તથા નાળા કામ માટે રૂા.330 લાખનો ખર્ચ મંજુર કરતો હુકમ કરી જોબ નંબર પણ ફાળવી આપ્યો છે. આમ ત્રણ દાયકા બાદ સાંસદ પૂનમબેન માડમની ભારપૂર્વકની રજૂઆતથી આ રોડ સૌ પ્રથમ વખત બનશે અને ગ્રામજનોને સુવિધા મળશે.
વિશેષ મંજૂર થયેલા કામોમાં ખંભાળિયા-લાલપુરનો કિ.મી નો હયાત રોડ સાત મીટર રૂ. 3650 લાખ ના ખર્ચે પહોળો થશે. જામનગર-લાલપુર-પોરબંદર 10.30 કિ.મી નો રોડ રૂ. 1900 લાખ ના ખર્ચે ફોરટ્રેક થશે. જામજોધપુર તાલુકા ના બાલવા થી ત્રણ પાટિયા સુધી રોડ 16.80 કિ. મી રોડ રૂ 1800 લાખ ના ખર્ચે પહોળો થશે ઉપરાંત કાલાવડ તાલુકા માં 13 કિ મી રોડ રૂ 660 લાખ ના ખર્ચે, કાલાવડ તાલુકામાંજ મોટી ભગેડી દાવલી મોરવડી બેડીરોડ સી.સી રોડ માટે રૂ.. 3ર લાખ,બાંગા કૃષ્ણપુર ફુલઝર ડેમ સુધી સી.સી.રોડ માટે રૂ 32 લાખ તેમજ છતર મોટીવાવડી નવાગામ રોડ સી.સી.રોડ માટે રૂ. 36 લાખના કામ , લાલપુર તાલુકા ના રિંઝપર-નાના ખડબા- સાજડીયારી 18.70 કિ મી રોડ રૂ 620 લાખ ના ખર્ચે ખંભાલિયા તાલુકા ના બારા કાલાવડ સીમાણી રોડ કાચા માથી ડામર 4 કિ મી રોડ રૂ 230 લાખ ના ખર્ચે લાલપુર તાલુકા માં આરબલૂસ-સેતાલૂસ-કાનાલૂસ-પડાણા ગામો ના અપ્રોચ અને બાયપાસ રોડ ના કામ રૂ 240 લાખ ના ખર્ચે ખંભાલિયા તાલુકા ના ભાતેલ ખજૂરીયા રોડ 4 કિ મી રૂ 200 લાખ ના ખર્ચે તેમજ ખંભાલિયા તાલુકા માં મોખાણા-દડીયા રોડ ઉપર આવેલ નાગમતી નદી ઉપર રૂ 80લાખ ના ખર્ચે કોઝવે બનશે. જે કુલ 102.40 કરોડ ના અને રૂ. 3.30કરોડનુ રસનાળનુ ઐતિહાસિક કામ મળી ને રૂ 105.70કરોડ ના માર્ગ મકાન ના નવા કામ તાકીદની થી મંજૂર કરી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જોબ નંબર પણ ફાળવી આપ્યા છે.

0 Comments
Post a Comment