ચાલકને સામાન્ય ઇજા : પ્રસુતા મહિલા-બાળકને પરત મુકીને આવતી વખતે નડ્યો અકસ્માત 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર નજીક રણજીતસાગર રોડ પર એક એમ્બ્યુલન્સ રોડથી નીચે પુલીયા પરથી નીચે ખાબકી હતી અને તેના ચાલકને સામાન્ય ઇજા થઇ હતી જી.જી. હોસ્પિટલમાંથી પ્રસુતાને દડીયા ગામે મૂકીને પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો.
મળતી વિગત મુજબ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક પ્રસુતા મહિલા તથા બાળકને લઈને જીજે 18 એઝેડ 1072 નંબરની ખીલખીલાટ એમ્બ્યુલન્સ દડીયા ગામે ઉતારવા માટે ગઈ હતી જ્યાંથી ગઈકાલે  રાત્રે પરત આવતી વખતે ધોરીવાવ નજીક બેઠા પુલની ગોલાઈ પરથી એમ્બ્યુલન્સ નીચે ખાબકી હતી જે અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક રમેશભાઈને સામાન્ય ઇજા થઇ હતી જેથી તેને જી.જી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી આજે સવારે ક્રેઈન મારફતે એમ્બ્યુલન્સને ઉંચકી લેવામાં આવી હતી.