સારવારમાં ખસેડાયા : સ્યુસાઈડનોટમાં તાલુકા શિક્ષણાધિકારી અને પટેલકા તાલુકા શાળાના આચાર્ય સામે માનસિક ટોર્ચર કરવા બદલ બંનેના નામનો ઉલ્લેખ કરાયો : સ્થાનિક શિક્ષણ તંત્રમાં ખળભળાટ : આક્ષેપ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
કલ્યાણપુરના ખાખરડાવાડી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને સારવારમાં ખસેડાયા છે. આ શિક્ષિકાએ માનસિક ટોર્ચર બદલ તાલુકા શિક્ષણાધિકારી અને પટેલકા તાલુકા શાળાના આચાર્ય સામે સ્યુસાઈડનોટમાં ઉલ્લેખ કરતા સ્થાનિક શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડાવાડી શાળામાં ફરજ બજાવતા વડિયાતર ચેતનાબેનના નામના શિક્ષિકાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને સારવારમાં ખસેડાવામાં આવ્યા છે. દરમ્યાન શિક્ષિકા ચેતનાબને પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે સતત માનસિક ટોર્ચરના કારણે હું આ આત્મહત્યાનું પગલું ભરું છું. જેમાં તેઓએ તાલુકા શિક્ષણાધિકારી રવજીભાઈ ડાભી અને પટેલકા તાલુકા શાળાના આચાર્યા કરમુર મંજુબેનના નામનો ઉલ્લેખ કર્યો છે. વધુ માં આ આક્ષેપ પગલે પોલીસે કઈ રીતે અને કોણ? શિક્ષિકાને ટોર્ચર કરતા હતા તે સમગ્ર મામલો શિક્ષિકાના આક્ષેપ બાદ તપાસમાં ખુલવાની શક્યતાઓ સેવાય રહી છે. પરંતુ હાલ તો આ મામલે સમગ્ર દ્વારકા જીલા શિક્ષણ જગતમાં ચખકાર મચાવી છે. બીજી તરફ શિક્ષિકાની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે.