જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મુળજીભાઈ આલાભાઈ રાઠોડ નામના 67 વર્ષના બુઝુર્ગ ઉપર જુની અદાવતના કારણે મેથાણ ગામમાં જ રહેતા ખીમાભાઈ હમીરભાઈ બાબરીયાએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે જેમાં જામજોધપુર પોલીસે આઇપીસી કલમ 323, 504 અને 506(2) મુજબ ગુન્હો નોંધ્યો છે ફરીયાદી તેમજ આરોપીને અંગે મારા મારી થઇ હતી જે કેસનું મનદુઃખ રાખીને મંગળવારે ફરિયાદી બુઝુર્ગ બાઈક લઈને પસાર થતા આરોપીએ લાત મારીને બાઈક ઉપરથી પછાડી દીધા હતા અને મારકુટ કરી હતી આરોપી ફરાર થઇ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.