જામગનર મોર્નિંગ -જામનગર
જામનગર જિલ્લાના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં 'સૌની યોજના' અંતર્ગત નર્મદાનું પાણી આવી પહોંચતા જિલ્લાભરના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે, આ સૌની યોજના હેઠળ રણજીતસાગર ડેમમાં આવેલા નવા નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા, આ વેળાએ કૃષિમંત્રી આર.સી. ફળદુ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હીંડોચા, મહાપાલિકાના મેયર હસમુખભાઇ જેઠવા, ડે. કરશનભાઇ કરમુર, મેયર જામ્યુકો કમિશ્નર સતીષ પટેલ, સ્ટે. કમિટીના ચેરમેન સુભાષ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.