પૂનમબેન vs મુળુભાઈ કંડોરીયા 

2014ની જેમ ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસ પણ આહિર ઉમેદવાર વચ્ચે જામશે ચુંટણી જંગ 

પૂનમબેન માડમ ગઈકાલે  પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે ઉમેદવારી નોંધાવશે : કોંગ્રેસ ગમે ત્યારે મુળુભાઈની ટીકીટની જાહેરાત કરે તેવી સંભાવના 
જામનગર મોર્નિંગ - જામનગર
લોકસભા ચૂંટણી - 2019માં જામનગર બેઠક ઉપર ભાજપે પૂનમબેન માડમ ઉપર ફરી વિશ્વાસ કરીને તેમને ફરી મેદાને ઉતાર્યા છે અને ગઈકાલે   સવારે 10 કલાકે તેઓ પોતાના વિશાળ સમર્થકો સાથે ઓશવાળ સેન્ટરેથી રવાના થઇ પોતાની ઉમેદવારી નોંધાવશે, ત્યારે બીજીબાજુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોંગ્રેસે જામનગર બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યું નથી, પરંતુ આધારભૂત સુત્રો ઉપરથી જાણવા મળે છે કે,  આ વખતે કોંગ્રેસ જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકના આહિર સમાજના દિગ્ગ્જ ગણાતા એવા મુળુભાઈ કંડોરીયાને મેદાનમાં ઉતારશે.
જાણવા મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસે મુળુભાઈ કંડોરીયાની ટીકીટ ફાઇનલ કરી નાખી છે અને ગમે ત્યારે તેની જાહેરાત કરશે, જો મુળુભાઈ કંડોરીયાને ટીકીટ ફાઇનલ થાય તો ફરી વખત 2014ની જે ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના આહિર ઉમેદવારની ચૂંટણીનો જંગ જામશે.
12-લોકસભા બેઠક માટે હાલ સુધીમાં કુલ 76 ફોર્મનું વિતરણ અને 7 ફોર્મ ભરાયા  
આગામી લોસભા સામાન્ય ચૂંટણી અંગે 12-લોકસભા અન્વયે જામનગર જિલ્લાની બેઠક માટે તા. 23 એપ્રિલ 2019ના રોજ મતદાન યોજનાર છે ત્યારે ઉમેદવારી નોંધણીમાં આજ રોજ સુધીમાં કુલ 76 ફોર્મનું વિતરણ થયું છે તેમજ કુલ 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જામનગર તરફથી જણાવાયું છે.
77-વિધાનસભા બેઠક માટે હાલ સુધીમાં કુલ 85 ફોર્મનું વિતરણ અને 1 ફોર્મ ભરાયા 
આગામી વિધાનસભા પેટ ચૂંટણી અંગે 77-વિધાનસભા બેઠક માટે તા. 23 એપ્રિલ 2019ના રોજ મતદાન યોજનાર છે ત્યારે ઉમેદવારી નોંધણીમાં આજ રોજ સુધીમાં કુલ 85 ફોર્મનું વિતરણ થયું છે તેમજ કુલ 1 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. તેમ 77-જામનગર ગ્રામ્યના ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ચૌધરીએ જણાવ્યું છે.