જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળીયામાં ખજુરીયા ગામે પત્નિને તેડવા ગયેલ આધેડ પર સબંધીએ હુમલો કરી ઇજા પહોંચાડતા આ બનાવની ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોંધાઈ  છે.  
મળતી વિગત મુજબ ખંભાળીયાના સંજીયનગર-હર્ષદપુર વિસ્તારમાં રહેતાં દેવદાસભાઈ માણસુરભાઈ સંધીયા નામના યુવાન મંગળવારે ખંભાળીયા તાલુકાના ખજુરીયા ગામે પોતાના પત્નીને તેડવા માટે ગયા હતાં આ વેળાએ થારીયાભાઈ લખુભાઈ ભાન નામના શખ્સે તેઓ પર ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતાં દેવદાસભાઈએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩ર૩, ૩ર૪, ૩રપ, પ૦૪, પ૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.