લાલપુરના પડાણા, મચ્છુબેરાજા અને નવીપીપર વિગેરે ગામોમાં જાહેર સભાઃ લોકસંપર્ક દરમ્યાન પૂનમબેન માડમને સાંપડતું ગ્રામ્ય જનતાનું સ્વયંભૂ પ્રચંડ-જંગી સમર્થનઃ

જામનગર મોર્નિંગ-જામનગર
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીપૂનમબેન માડમે લાલપુર તાલુકાના ચુંટણી પ્રચારનો પડાણા પાટીયેથી પ્રારંભ કર્યો હતો. પૂનમબેને લોકોને કોંગ્રેસના ભ્રામક પ્રચારને ઝકારો આપવા અપીલ કરી હતી. લાલપુર તાલુકાના ચુંટણી પ્રચાર દરમ્યિાન બહોળી સંખ્યામાં ગ્રામ્ય પ્રજા દ્બારા આવકાર સાથે સમર્થન જાહેર કરાતું જોવા મળ્યું હતું. સભા અને સંમેલનમાં પાથરણા અને ખુરશીઓ ખુટી પડતા ભાજપ સરકાર અને પૂનમબેન પ્રત્યેના આદરભાવને કારણે લોકોએ ઉભા રહીને પણ પૂનમબેન તથા અન્ય આગેવાનોને સાંભળ્યા હતાં.
ક્ષત્રિય સમાજના આગેવાનોએ સાફો અને શકિત(તલવાર)ની ભેટ શ્રી પૂનમબેનને આપી હતી અને ભવ્ય વિજય માટે શુભેચ્છા પણ પાઠવી હતી. પૂનમબેન માડમે ખુલ્લી જીપમાં ઉભા રહીને જનમેદનીનો સંદેશો સાંભળ્યો તેમજ અભિવાદન ઝીલ્યું હતું. જંગી સરસાઇથી જીત મેળવી શ્રીપૂનમબેન માડમ કેન્દ્ર સરકારમાં પ્રધાનબને તે માટે ભરવાડ-રબારી સમાજના લોકોએ મચ્છુબેરાજા મુકામે શ્રીમચ્છુઆઇ માતાજીને પ્રાથના કરી હતી.
શ્રી પૂનમબેનનું લાલપુર તાલુકામાં ઠેર-ઠેર કુમ-કુમ તિલક કરી તથા ફુલહારથી ઉમળકાભર્યુ સ્વાગત કર્યુ હતું. લાલપુર તાલુકાના પડાણા, મચ્છુબેરાજા, નવી પીપર વિગેરે ગામોએ યોજાયેલી જાહેરસભામાં સ્વયંભૂ ઉમટેલી વિશાળ જનમેદની નિહાળીને પૂનમબેન તેમજ ભાજપના આગેવાનો ગદગદીત થઇ ગયા હતા. કર્મઠ કાર્યકરોની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ બાબતએ નિશાની હતી કે લોકશાહી હવે પરિપકવ થઇ છે. ખાસ કરીને સભામાં મહિલાઓની મોટી સંખ્યાની હાજરી પૂનમબેનના વિજયનો શુભ સંકેત આપે છે. આ જાહેરસભામાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણી-કાર્યકરોએ કોંગ્રેસને રામ-રામ કરીને ભાજપનો કેશરીયો ખેસ પહેરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો.
લાલપુર તાલુકામાં યોજાયેલી તમામ સભાઓ સફળ રહી હતી અને ઉપસ્થિત લોકોને એકસમાન સુર જોવા મળેલ કે ભાજપ સિવાય બીજી કોઇ વાત નથી. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે કોંગ્રેસ અને તેમના મળતીયાઓ દ્બારા કરાતા ભ્રામક પ્રચારથી દૂર રહી ભાજપના કમળ નિશાન પર બટર દબાવી મત આપવા લોકોને અપીલ કરવા ઉપરાંત તમારો મત એળે નહી જાય તેવી ખાત્રી આપી હતી.
લાલપુર તાલુકામાં પૂનમબેના ચુંટણી પ્રચારમાં ગામે ગામથી આગેવાન કાર્યકરો, ચુટાયેલા સભ્યો, સંગઠન પાંખના હોદેદારો, સરપંચો, બુથ સમિતિના કાર્યકરો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સહકારી અગ્રણીઓ સાથે પૂર્વમંત્રી ચિમનભાઇ સાપરીયા જી.પં.સદસ્ય ગોપુભા ડાડા, અમરીબેન વરૃ, લખુભાઇ વરૃ, તા.પં.પૂર્વ પ્રમુખ પાલાભાઇ કરમુર, કરણસિંહ જાડેજા, તા.પં.પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ જિ.પં.સદસ્ય સમીરભાઇ ભેંસદડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઇ ગાગલીયા, પ્રવિણસિંહ જાડેજા, કે.બી.ગાગીયા, પ્રતિક્ષાબા જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, માલદેભાઇ ચાવડા, બાબુભાઇ મકવાણા, ધનાભાઇ કાંબરીયા, જયંતિભાઇ માકડીયા, મગનભાઇ માણાવદરીયા, જયેશભાઇ તૈરયા, કાનાભાઇ આંબલીયા, કનુભાઇ કરંગીયા, કિશોરભાઇ અકબરી, ભરવાડ સમાજના બાલારામ ભગત, ઘેલાબાપા, પરબતભાઇ વરૃ, ગોરધનભાઇ જાહિદભાઇ મલેક, પ્રવિણભાઇ માડમ, રાજીબેન, ભરતભાઇ સહિત તાલુકાના ભરવડા સમાજ, ચારણ સમાજ, પુરબીયા સમાજ, જૈન સમાજ, પટેલ સમાજ, દલવાડી સમાજ, દલીત સમાજ, ક્ષત્રિય સમાજ, આહિર સમાજ, કોળી સમાજ, ખોજા સમાજ બ્રપ સમાજ લઘુમતિ મુસ્લીમ સમાજ સહિતના સમાજોના પુરાખંત સાથે સૌ અગ્રણીઓ પૂનમબેન સાથે છે તેવો કોલ આપેલ હતો. ઉપસ્થિત સૌ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની કામગીરી, રાજય સરકારની અનેક યોજનાઓ તથા કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારની તથા યોજનાઓની છણાવટથી જાણકારી આપેલ હતી. રાજય સરકાર દ્બારા ૬૬.કે.વી સબસ્ટેશનથી જોડી પાયાની સુવિધામાં રસ્તાઓ, પીવાનુ પાણી, આરોગ્ય, શાળાના ઓરડાઓ, સિંચાઇયોજનાઓ તથા કેન્દ્ર સરકાર દ્બારા યોજનાકિય કામગીરીમાં જનધન યોજના શકિત તેમજ લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપ, નેશનલ હાઇવે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકાર મજબુત સરકારમાં સૌને સહભાગી બનવા અપિલ કરેલ હતી.

લાલપુર તાલુકામાં પ્રચાર દરમ્યાન ભાજપના નેતાઓનું જુસ્સાદાર પ્રવચન

- સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો, ગામડાઓમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનો સહિતની અનેક પાયાની સુવિધાઓ ભાજપના સુશાનનું જમા પાસું છે.
- સમીરભાઈ ભેંસદડીયા (પૂ. જિ. પંચાયત સદસ્ય, જામનગર)
- ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા પૂનમબેન માડમને મત આપો.
- ચેતન કડીવાર
- ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમે પહોંચતો કર્યો છે. નયા ભારતના સંકલ્પ સાથે ભારતના ભાગ્ય વિધાતા (રખેવાળ) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે.
- પ્રવિણભાઈ માડમ (સિનિયર કોર્પોરેટર, જામનગર)
- શિક્ષીત, પ્રામાણિક, સતત લોકો વચ્ચે રહી લોકસેવા કર્મઠ અને નિવડેલા લોકપ્રિય જન પ્રતિનિધિ પૂનમબેન માડમને જંગી સરસાઈથી વિજેતા બનાવો.
- ચીમનભાઈ સાપરીયા (પૂર્વ મંત્રી)
- ભ્રામક પ્રચારથી દૂર રહો, ભાજપના કમળના નિશાન પર મત આપો, તમારો મત એળે નહીં જવા દઉં...
-પૂનમબેન માડમ

 
પૂનમબેન માડમના લાલપુર તાલુકામાં પ્રચાર અભિયાનની હાઈલાઈટસ

- પડાણા ગામથી વિદ્યૂતવેગી પ્રચારનો જુસ્સાદાર પ્રારંભ.
- માનવ મહેરામણ ઉમટયો... પાથરણાં, ખુરશીઓ ઘટી પડી.
- ભણગોરમાં ગામઠી પાઘડી ધારણ કરી જનસભાને પૂનમબેને સંધોન કર્યું.
- કુમ-કુમ તિલક કરી પુષ્પગુચ્છ, ફૂલહારથી ઉષ્માભર્યુ સ્વાગત.
- કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકર્તાઓ કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા.
- ખુલ્લી જીપમાં લોક સંપર્ક કર્યો... ઠેર-ઠેરથી સાંપડતો અભૂતપૂર્વ આવકાર.
- પૂનમબેન માડમ જંગી સરસાઈથી વિજેતા બની કેન્દ્ર સરકારમાં પ્રધાન બને તેવી મચ્છુ આઈને પ્રાર્થના કરતાં ભરવાડ-રબારી સમાજ.
- બહેનો અને બાળકોમાં પૂનમબેન સાથે 'સેલ્ફી' લેવાનો જબરદસ્ત ક્રેઝ. પૂનમબેનની અદ્વિતીય લોકપ્રિયતા.
- પૂનમબેનની સભામાં બહેનોની વિશાળ ઉપસ્થિતિ, ભાજપના વિજયનો શુભ સંકેત છે.
- ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સાફો પહેરાવી તલવાર (શક્તિ)ની ભેટ અર્પણ કરી પૂનમબેનનું અદકેરૃં સન્માન.