જામનગર જિલ્લા તથા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ભગવાનની શોભાયાત્રા અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા માટેની પ્રથમ મીટીંગ તા. 19-4-19 શુક્રવારના રાત્રે 9:30 વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી પંચેશ્વર ટાવર ખાતે રાખવામાં આવેલ છે સમસ્ત બ્રહ્મસમાજના તમામ પેટ જ્ઞાતિના હોદેદારો, સંગઠનના ભાઈઓ તથા બહેનો સર્વે યુવા બ્રહ્મબંધુઓને ઉપસ્થિત રહેવા પ્રમુખ આશિષ જોષી તથા મંત્રી જસ્મીન ધોળકીયાની યાદીમાં જણાવ્યું છે.