અભૂતપૂર્વ આવકાર સાથે વિશાળ જનમેદની સ્વંયભુ ઉમટી 

જામનગર મોર્નિંગ - જામનગર 
લોકસભાના ચુંટણી પ્રચારની આજે અંતિમ ઘડીઓ છે, ત્યારે જામનગરના લોકપ્રિય સાંસદ અને ભાજપના ઉમેદવાર પુનમબેન માડમનો આજે સતત બીજા દિવસે પણ શહેરમા ભવ્ય રોડ શો યોજાયો હતો. ગઇકાલે શહેરના રોડ શો દરમ્યાન પૂનમબેન માડમને અભૂતપૂર્વ આવકાર લોકો તરફથી ઠેર-ઠેર મળ્યો હતો, ત્યારે આજે બીજા દિવસે પણ સવારથી શરૂ થયેલ રોડ શો માં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો,કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા.
 શહેરની બે વિધાનસભા સીટ અને વોર્ડવાઈઝ ગઈકાલથી શરૂ થયેલ રોડશો આજે પણ સવારથી શહેરના ગુલાબનગર ખાતેથી શરૂ થઇને વોર્ડ નં.૧૧મા સીન્ડીકેટ સોસાયટી, વૃંદાવન, રામવાડી, શાકમાર્કેટ પાસેથી પસાર થઈને વોર્ડ નં.૧૦માં શિવનગર, રાજપાર્ક, સુભાષ બ્રિજ થઇને વોર્ડ નં.૪માં ભીમવાસ, કેશુભાઈની હોટલ, ગાયત્રીચોક,રામેશ્વર નગર,પટેલવાડી ઉપરાંત, વોર્ડ નં.૨માં પટેલવાડી પાસેથી રાંદલનગર,બાપાસીતારામ, આશાપુરા મંદિર,ગાંધીનગર મેઇન રોડ પરથી પસાર થઈને વોર્ડ નં.૫ માં સરદાર પટેલ સોસાયટી,ફીયોનીકા સોસાયટી, નીલકમલ સોસાયટી, ખોડીયાર કોલોની થઈને દિગ્જામ સર્કલ અને વોર્ડ નં.૬માં દિગ્જામ સર્કલ થઈને કોમલનગર, મયુરનગર, વામ્બે આવાસ રોડ, યાદવ નગર, પુરબિયાની વાડી, વાયુનગર, સેનાનગર, ઢીચડા રોડ, એરફોર્સથી ડિફેન્સ કોલોની,રાજીવ નગર થઈને મેહુલ સિનેમેક્સ બ્રિજ વગેરે વિસ્તારમાં રોડ શો દરમ્યાન ભારે ઉત્સાહના વાતાવરણ વચ્ચે  શહેરભરમાં કેસરીયો માહોલ સર્જાયો છે,
ભાજપના ઉમેદવારના રોડ શોને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં બાઈક સાથે કાર્યકરો ઉપસ્થિત રહીને રોડ શોમાં જોડાયા હતા, પૂનમબેન માડમના ભવ્ય રોડ શો દરમિયાન ઠેરઠેર સોસાયટીના મુખ્ય ચોક ખાતે પૂનમબેન માડમનું લતાવાસીઓ તેમજ મહિલાઓ યુવતીઓ વગેરે દ્વારા ઉમળકાભેર ફૂલહાર તેમજ ફૂલોથી ભવ્ય સ્વાગત કરીને શહેરીજનો દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
ગઇકાલે અને આજે યોજાયેલ રોડ શો દરમ્યાન કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ,રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકૂભા),પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી,પૂર્વ મંત્રી પરમાણંદ ખટ્ટર,શહેર પ્રમુખ હસમુખ હિંડોચા,મેયર હસમુખ જેઠવા,પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી,લોહાણા અગ્રણી જીતુભાઈ લાલ,યુવા સંગઠનના હોદ્દેદારો,નગરસેવકો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.