કાયમી પોલીસ કર્મચારીને આ વિસ્તારમાં ફરજ પર મૂકે તેવી લોકમાંગણી 
મોર્નિંગ - પોરબંદર 
પોરબંદરમાં ચોપાટીના મુખ્ય દરવાજા પાસે આવેલ લોર્ડ્ઝ હોટલની આજુબાજુમાં વાહન પાર્કિંગની સમસ્યા હોવાના કારણે લોકોને આડેધડ વાહન ચાલકો દ્વારા પોત પોતાના વાહનો ખડકલો કરવામાં આવતા રાહદારીઓને ધંધાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી  બાજુ ચોપાટી નજીક હોય ત્યાં દરિયાના પાણીના જો કોઈ વ્યક્તિને અકસ્માતે ડુબી જવાનો બનાવ બને એવા સમયે 108 પણ આડેધડ પાર્કિંગના કારણે જઈ શકે તેમ ન હોય, તેથી ક્યારેક જીવ ગુમાવાનો ડુબતા વ્યક્તિને વારો આવી શકે અને તાત્કાલીક બચાવવામાં અનેક મુશ્કેલીઓ પડે છે અગાઉ અહીં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફીક પોઇન્ટ ઉભો કરવામાં આવેલ પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીં પોલીસ કર્મચારીઓ આડેધડ ખડકેલાં વાહનોને ખસેડવા આવતા ન હોય જેથી કાયમીની આ સમસ્યા હોય આ વિસ્તરામાં ધંધો કરતા હોટલધારકોને પણ તકલીફ પડી રહી હોય જેથી અગાઉની જેમ જ આ વિસ્તારમાં પોલીસ કર્મચારીને ફરજ પર મૂકી આડેધડ વાહનોનો ખડકલો દૂર કરવી જોઈએ તેવી લોક્માંગણી ઉઠવા પામી છે.