કોંગ્રેસમાં ફેલાતો આંતરકલહ: જ્યંતી સભાયાને સફળ ન થવા દેવા પક્ષમાં આંતરીક ગોઠવણ
જામનગર મોર્નિંગ - જામનગર   
જામનગર ગ્રામ્ય 77-વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર જ્યંતીભાઈ સભાયાને ટીકીટ આપવામાં આવી છે ત્યારે 77-ગ્રામ્ય વિધાનસભાના મત વિસ્તારમાં ચર્ચાએ  જોર પકડ્યું છે કે આયાતી ઉમેદવારથી પ્રજાને શું લાભ થશે કે પછી કોઈના ઈશારે ટીકીટ ફાળવવામાં આવી છે તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે. 
આમ જોવા જઈએ તો જામનગરમાં આયાતી ઉમેદવારને ક્યારેય પ્રજાએ સ્વીકાર કર્યો નથી. જ્યંતિભાઈને પોતાના અંગત ફાયદા માટે કોઈએ આયાત કરાવ્યા છે કે પછી ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને જીતાડવા માટે રાજકીય ખેલ રમાય રહ્યો છે? પ્રજાને પોતાના નેતા પાસેથી જે ફાયદા મળવા જોઈ અને પ્રજાલક્ષી કામો થવા જોઈએ તેમાં રાજકીય પક્ષને કોઈ લેવા દેવા નથી તે રીતે આયાત કરવામાં આવ્યા છે. જ્યંતિભાઈ વિધાનસભા ચૂંટણી જીતી જઈ તો પણ પોતાના મત વિસ્તાર માટે કેટલો સમય ફાળવશે ? તે પણ એક સવાલ છે. જામનગર 77-વિધાનસભા માટે કોંગ્રેસ પાસે કેટલા સક્ષમ ઉમેદવારો હતા પણ બધાને બાયપાસ કરી જામનગરમાં ખાલી જન્મેલા અને પોતાની પ્રોપર્ટી ધરાવતા સુરતના વતની જ્યંતિભાઈ સભાયા ને પક્ષએ ટીકીટ આપી કોંગ્રેસમાં પણ ભંગાણ કર્યું છે. 
કોંગ્રેસ પક્ષના આગેવાનો પક્ષમાં ભલે બધું જ સમુંસુથરું ચાલી રહ્યાનો દાવો કરી રહ્યા હોય. પણ આ તમામ દાવાઓ વચ્ચે જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી માટે જયારે ટીકીટ પક્ષ દ્વારા રહી રહીને જાહેર કરવામાં આવી. ત્યારે જ જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જાહેરમા જ પોતાની નારાજગી દર્શાવી દીધી હતી અને વાત ત્યાં સુધી પહોચી ચુકી હતી કે તેવો કઈક નવું કરશે.પણ અંતે પક્ષના આગેવાનોથી માંડ મામલો શાંત તો પડ્યો છે.પણ જયંતિ સભાયાને સફળ ના થવા દેવા માટે કેટલાક આગેવાનો વચ્ચે આંતરિક ગોઠવણો પણ ચાલી રહી છે.
જામનગર લોકસભા માટે જે રીતે મુળુભાઇ કંડોરીયાને પક્ષમાં સર્વસહમતી થી ઉમેદવાર ઘોષિત થયા છે, તેવું નેતાઓ અવારનવાર કહે છે.
ત્યારે જામનગર 77-વિધાનસભા માટે ક્યારેય જામનગર જીલ્લાના એકેય કોંગી આગેવાન એવું નથી કહેતા કે જયંતિ સભાયા અમારા સર્વસહમત ઉમેદવાર છે. તે ઉપરથી કોંગ્રેસમાં જ્યંતીભાઈને લઈને વિરોધનો વંટોળ દેખાય આવે છે.