જામનગરના લાલપુર બાયપાસ ચોકડી પાસે 

કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા અને પ્રદેશ યુવા ભાજપ અગ્રણી ધવલભાઈ દવે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થીત રહેશે: લોકસભાના ઉમેદવાર પુનમબેન માડમ અને વિધાનસભાના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ સહિત રાજકીય મહાનુભવો હાજરી આપશે 
જામનગર મોર્નિંગ - જામનગર  
ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા યુવા ભાજપ દ્વારા "વિજય ટંકાર" યુવા સંમેલન આગામી તારીખ 19ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે સપના ગાર્ડન, લાલપુર બાયપાસ ચોકડી જામનગર ખાતે યોજાનાર છે જેમાં મુખ્ય વક્તા તરીકે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા,પ્રદેશ યુવા ભાજપ અગ્રણી ધવલભાઈ દવે જાહેરસભાને સંબોધન કરશે.
આ તકે જામનગર 12 લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ, પેટા વિધાનસભા 77 ગ્રામ્યના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ સહિત ભાજપના મહાનુભવો ઉપસ્થીત રહેશે. 
12- લોકસભા અને 77-ગ્રામ્ય વિધાનસભાં ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા યુવા ભાજપ જામનગરના પ્રમુખ સુરેશભાઈ વસરા તેમજ જાડાના પૂર્વચેરમન દિલીપસિંહ ચુડાસમા અને ભાજપના કાર્યર્તાઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.