જામનગર મોર્નિંગ - જામનગર
જામજોધપુર મેલાણ ગામે કોઈ કારણસર ડખ્ખો કરી એક વ્યક્તિ પર લાકડી અને લોખંડના પાઇપ વડે દશ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આ બનાવ અંગે શેઠવડાળા પોલીસમાં ફરિયાદ નોંધાવાય છે.
જામજોધપુર તાલુકાના મેલાણ ગામે રહેતા લાખાભાઇ ઉર્ફે હકાભાઈ કારાભાઇ હુણ નામના વ્યક્તિ ઉપર કોઈ કારણસર ઝગડો કરી ગાંડાભાઇ ભાલાભાઇ છેલાણા, પાંચાભાઇ ગલાભાઇ છેલાણા, બાવનજીભાઇ પુંજાભાઇ છેલાણા, લાધાભાઇ પુજાભાઇ છેલાણા, સરમણ ગાંડાભાઇ છેલાણા, ધાનાભાઇ ગાંડાભાઇ છેલાણા, હમીર રામાના બેદિકરા, દેવરાજ જગાભાઇ છેલાણા (રહે. તમામ મેલાણ ગામ), ભાયાભાઇ લખમણભાઇ નો દિકરો (રહે. આંબારડી મેધપર) ત્તથા અન્ય એક શખ્સ સહિત દશ શખ્સોએ લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી માથાના અને શરીરના અન્ય ભાગમાં મુંઢ મારકૂટ કરી ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા દશ શખ્સો સામે  લાખાભાઈ દ્વારા શેઠવડાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.