જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની સાઇબર ક્રાઇમ સેલ દ્વારા નગરના ત્રણ આસામીઓના બેંક એકાઉન્ટમાં કોઈ ચીટર શખ્સો દ્વારા ઉપાડી લેવામાં આવેલી રકમને ફરીથી જમા કરાવી લીધી હતી અને ત્રણેય આસામીઓના બેંક ખાતામાં ઉપડી ગયેલી રકમ પરત જમા કરાવવામાં સફળતા મળી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના ત્રણ આસામીઓ ભાસ્કર કે. મહેતા, વિક્રમસિંહ જાડેજા અને નીરવ ચૌહાણના બેંક ખાતામાંથી ચીટર ટોળકી દ્વારા કુલ 1 લાખ પ હજાર 868ની રકમ યેનકેન પ્રકારે એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવી લઇ ઉપાડી લીધી હતી. જે ચિટીંગ અંગ્રે ત્રણેય આસામીઓ દ્વારા જામનગરની સાઇબર ક્રાઇમ સેલ સમક્ષ અરજી આપી રજુઆત કરવામાં આવી હતી જે અરજીના તપાસના અંતે સાઇબર ક્રાઇમ સેલની ટીમે બેંકની હેડ ઓફિસ વગેરે સાથે પરામર્શ કરી બેંકના એકાઉન્ટ તેમજ એટીએમ કાર્ડ વગેરેની જીણવટ ભરી તપાસ કર્યા પછી ત્રણેય ખાતેદારોના ખાતામાં ઉપરોક્ત એક લાખ ઉપરતનીરકમ પરત જમા કરાવી દેવા માટેની સફળતા મેળવી હતી.
આ ઉપરાંત અન્ય કેટલાક આસામીઓની પણ રકમ બેંક ખાતામાંથી ઉપડી ગઈ છે અને જુદા જુદા આસામીઓ દ્વારા જામનગરની સાઇબર ક્રાઇમ સેલને અરજી કરવામાં આવી છે જે અરજીની તપાસ ચાલી રહી છે અને તેઓની રકમ પણ પરત મળી જાય તે માટેના પ્રયાસો સાઇબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.