જામનગર મોર્નિંગ - દ્વારકા : આગામી દિવસોમાં ઉજવાતા વિવિધ તહેવારોની ઉજવણી નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા પામે તે માટે શ્રી એ.બી. પટેલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ  દેવભૂમિ દ્વારકા દ્વારા એક હુકમ પ્રસિધ્ધ કરી તાત્‍કાલીક  અસરથી  તા.૧૬/૦૫/૨૦૧૯ ના ૨૪-૦૦ કલાક સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
કોઇ પણ પ્રકારના શારીરિક ઇજા કરી શકાય તેવા શસ્‍ત્રોને ક્ષયકારી કે સ્‍ફોટક દારૂગોળો લઇ જવા, મનુષ્‍ય, તેના શબ કે અન્‍ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધ લાગુ પડશે. પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે