જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર તાલુકાના સચાણા ગામ પાસેથી એસઓજી શાખાની ટુકડીએ એક શખ્સને રૂ. 39 હજારની કિંમતના બિલ અને આધાર પુરાવા વગરના શંકાસ્પદ મનાતા 650 લીટર ડીઝલના જથ્થા સાથે પકડી પાડ્યો છે જે જથ્થો શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી લઇ પુરવઠા શાખાને જાણ કરવામાં આવી છે. 
મળતી વિગત મુજબ જામનગર નજીક સચાણામાં રહેતો ઇબ્રાહિમ ઉર્ફે જોન અકબર વાઘેર નામનો શખ્સ સચાણા દરિયા કિનારા વિસ્તારમાં બિન અધિકૃત રીતે બિલ તેમજ આધાર પુરાવા વગરના શંકાસ્પદ મનાતો ડીઝલનો જથ્થો હેરાફેરી કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે એસઓજી શાખાની ટીમે સચાણાના દરિયા કિનારા વિસ્તારમાંથી ઇબ્રાહિમ વાઘેરને પકડી પાડ્યો હતો અને તેના કબ્જામાંથી રૂ. 39 હજારની કિંમતના 650 લીટર ડીઝલનો જથ્થો કબ્જે કરી લીધો છે જેના કોઈપણ પ્રકારના બિલ અથવા આધાર ન હોવાથી ઉપરોક્ત જથ્થો શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી જામનગરના પુરવઠા શાખાને જાણ કરવામાં આવી છે.