જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર તાલુકાના ગોરધનપર ગામના ગ્રામજનો દ્વારા હાઇવે ઉપર બસ સ્ટોપ પાસે ગામમાં આવવા જવા માટે ડિવાઇડર નહીં ખોલી આપવા બાબતે અસંખ્ય વખત જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખીક રજુઆત કરી હતી તેમ છતાં આજ દિવસ સુધી સંતોષ કારક જવાબ આપ્યો નથી અથવા પ્રશ્નનો ઉકેલ કરાયો નથી જેથી ગ્રામજનોમાં નારાજગી પ્રવર્તી છે. આ અંગે ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગોરધનપર ગ્રામ પંચાયતના સરપંચ જે.જી. ખીરા દ્વારા આપવામાં આવી છે. ગોરધનપર ગામના પાટીયા પાસે હાઇવે રોડ પર ડીવાઈડર ન હોવાથી ગ્રામજનોને લાંબે સુધી ધકો ખાવો પડે છે જેને લઈને રજુઆત કરાઈ હતી જે ખોલી નહીં આપતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
0 Comments
Post a Comment