તસ્વીર - રામ મોઢવાડીયા પોરબંદર


મોર્નિંગ - પોરબંદર 
પોરબંદર નજીકના નેરાણા ગામે સોનલધામ ખાતે પરમ પૂજય પુતિઆઈમાંના પરિવારના આંગણે લગ્નનો અવસર આવ્યો છે ત્યારે સોનલધામ ખાતે પરિવારના ચાર નવદંપતિ પ્રભુતામાં પગલા માંડી અને નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આવા રૂડા પ્રસંગમાં જ્ઞાતિ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મહેર સમાજ સહીત તમામ જ્ઞાતિ અને સમાજના આસ્થા અને શ્રધ્ધા એવા રાણાવાવ તાલુકાના નેરાણા સોનલધામ ખાતે પૂજ્ય પુતિઆઈ માં ના ભક્ત એવા રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ઓડેદરા સહિતના અનેક લોકો લગ્નના રૂડા અવસરમાં જોડાયા હતા.