જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ નજીક આવેલ એક નદીમાં રાત્રી દરમ્યાન હાનિકારક કેમીકલ ભરેલ બેરલો ઠાલવવાની ચાલતી ગુપ્તરાહની તજવીજને લઇને સનસનાટી મચી જવા પામી છે. જન આરોગ્ય અને પર્યાવરણને અતિ નુકસાન કરતા આ કેમીકલના જથ્થાને કોના દ્વારા અહીં ફેકી દેવામાં આવ્યું છે તે તપાસનો વિષય છે ? આ ઘટનાના પગલે સ્થાનિક તંત્ર, પોલીસ અને પ્રદૂષણ બોર્ડ તથા મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ ઘટતી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

જામનગર નજીક સાપર અને બેડ ગામ વચ્ચે અવેલ નદીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી કેમીકલ ભરેલા બેરલો ઠાલવવામાં આવી રહ્યા છે. પ્રથમ દિવસે બેડ અને સાપરના ગ્રામજનો દ્વારા કેમીકલના જથ્થાને નદીમાં ઠાલવીને લોખંડ અને પ્લાસ્ટીકના બેરલને લઇ જવા તડાપીટ બોલી હતી. જયારે સતત બીજા અને ત્રીજા દિવસે પણ રાત્રી દરમ્યાન અજાણ્ય શખ્સો દ્વારા બેરલ ઠાલવવાની પ્રક્રિયા અવરિત રહેતા ગ્રામજનોને ચોક્કસ ષડયંત્રની ગંધ આવી હતી. જેને લઇને સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને વન તંત્ર, પ્રદૂષણબોર્ડને જાણ કરવામાં આવી હતી. તંત્રની જુદીજુદી ટીમ દ્વારા આજે બપોરે ઘટના સ્થળે દોડી જઇ આ કેમીકલ ભરેલ બેરલોનો જથ્થો ખરેખર કયું કેમીકલ છે અને કેટલો હાનિકારક છે અને કોના દ્વારા અહીં છોડવામાં આવી રહ્યો છે તે સંબંધે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જાણવા મળતી વિગત અનુસાર 3000 થી વધુ લોખંડ અને પ્લાસ્ટીકના બેરલનો જથ્થો બે-ત્રણ પ્રકારના કેમીકલોને સમાવે છે. જેમાથી અમુક બેરલોમાં સાઉથ કોરીયાનો માર્કો જોવા મળ્યો હતો. પ્રોપેલાઇન ગ્રાઇકોઇલ કેમીકલનો આ જથ્થો પર્યાવરણ અને જન આરોગ્ય માટે ઝેર સમાન હોવાનું પ્રદૂષણ બોર્ડના અધિકારી દ્વારા જાણા ળ્યું હતું. મોટા ભાગે આ જથ્થો મોટી-મોટી કંપની ઓમાં કેમીકલ પ્રસોસે માટે વપરાતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બહારના દેશોમાંથી આયત કરેલ આ જથ્થો કોણે અને કયા સંજોગોમાં છોડયો છે. તે સંબંધીત જુદા-જુદા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.