મોવાણ, શેરડી, ગોકુલપુર, લાલપરડા, લાલુકા, ખારાબેરાજા, કેશોદના આગેવાનો ઉપસ્થિતઃ ખંભાળિયા તાલુકાના મોવાણ-ભાડથરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું વિરાટ કાર્યકર્તા સંમેલન યોજાયું...


જામનગર મોર્નિંગ-જામનગર

ખંભાળિયાના વાડીનાર, ધરમપુર, શક્તિનગર, વાડીનાર, સલાયા, બારા, હંજડાપર, બજાણા ગામોમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકરો, સરપંચો, ખેડૂતો ઉમટ્યા હતા જે પછી તાલુકાના ભાડથર તથા મોવણ ગામે કાર્યકર્તા સંમેલનમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને પૂનમબેનને જંગી લીડથી જીતાડવા કોલ આપ્યો હતો.

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં મોવાણ, ગોકુલપુર, માધુપુર, પીપળીયા, સિધ્ધપુર ખજુરીયા વિગેરે ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપના આગેવાનો મુળુભાઈ બેરા, મેઘજીભાઈ કણઝારીયા, કાળુભાઈ ચાવડા, પ્રવીણભાઈ માડમ વગેરેએ સંબોધન કર્યું હતું.

મેઘજીભાઈ કણઝારીયાએ ભાજપના સમયમાં થયેલા ગામના પાણીનો પ્રશ્ન હલ કરવો, રસ્તા બનાવવા તથા વિકાસ કાર્યોનો ખ્યાલ આપીને વિકાસ અવિરત ચાલુ રાખવા માટે પૂનમબેન માડમને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી. પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાએ પાંચ વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત તથા કેન્દ્ર સરકારના સહયોગથી થયેલા કાર્યો અંગે જાણકારી આપી સરકારની વિવિધ યોજનાઓથી થયેલા વિકાસની ઝાંખી કરાવી હતી.

લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા પણ તેમના કેન્દ્રમાંથી જિલ્લાના વિકાસ માટેના પ્રયાસો તથા કાર્યો વર્ણવી કેન્દ્રમાં મજબૂત અને ખેડૂત લક્ષી સરકાર લાવવા માટે તેમને મત આપવા અપીલ કરી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જણાવ્યું હતું.

મોવાણ મિટિંગમાં તા. પં. સદસ્ય રાજુભાઈ ગોજીયા, સિદ્ધપુરના સરપંચશ્રી પરમાર, હડીયલ તથા પૂર્વ સરપંચો, તા. પં. સદસ્યો, ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાડથર ગામે મીટીંગમાં ગ્રામજનો ઉમટી પડ્યા


ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં શેરડી (ઠાકર), કાનપર શેરડી, કેશોદ, વિંઝલપર, લાલપરડા, ધતુરીયા, લાલુકા, ભારાબેરાજા તથા ભાડથરના આગેવાનો, સરપંચો, તા. પં. સદસ્યો તથા ખેડૂતો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ ધારાસભ્ય તથા ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા તથા ઉમેદવાર પૂનમબેન માડમે પ્રવચનો કર્યા હતા, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી તથા જિલ્લામાં પાકવીમા માટે તથા ટેકાના ભાવે પાકની ખરીદી માટેના સારા પરિણામો લોકોએ વધાવ્યા હતા. સરકારના વિકાસ કાર્યોથી પ્રસન્નતા અને સંતોષ વ્યક્ત કરી પૂનમબેનને મત આપવા સૌએ એકસુરમાં સંકલ્પ કર્યો હતો.



ખંભાળિયામાં વ્હોરા સમાજ તથા કોળી જ્ઞાતિની બેઠકોમાં પૂનમબેન માડમને સાંપડતું જબરૃં સમર્થનઃ વિવિધ જ્ઞાતિઓમાં મળી રહેલો સાર્વત્રિક આવકાર

ખંભાળિયામાં વ્હોરા-કોળી જ્ઞાતિની અગત્યની મીટીંગો યોજાઈ

તાજેતરમાં ખંભાળિયામાં ભાજપના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં ખંભાળિયા શહેર તથા હર્ષદપુર વિસ્તારમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનોમાં ૩૦ થી ૩૫ જેટલી વિવિધ જ્ઞાતિઓએ પૂનમબેનનું સન્માન કરીને સમર્થનનો કોલ આપ્યો હતો. ખંભાળિયા કોળી સમાજની યોજાયેલી બેઠકમાં કોળી સમાજના આગેવાનોએ ભાજપના પૂનમબેન માડમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોળી સમાજની વાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોળી સમાજના પ્રમુખ હમીરભાઈ સવાભાઈ કોળી, શામજીભાઈ કરમશી કારૃ, વેલજીભાઈ પરમાર, જેંતીભાઈ સુરેલા, કોળી સેના પ્રમુખ રમેશભાઈ કોળી, ઉપપ્રમુખ વસરામભાઈ ચાવડા, દોલુભાઈ સુરેલા, ભૂપતભાઈ અગેસણીયા, બાબુભાઈ પરમાર, મગનભાઈ પારજીયા, ધર્મેન્દ્ર વાઘેલા, કમાભાઈ ચકુભાઈ, સતીશભાઈ ઝાંઝુ, વાકીયા ગોપાલભાઈ રાઠોડ વિગેરે કોળી અગ્રણીઓએ પૂનમબેનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તથા પછાત જ્ઞાતિ કોળી સમાજના ઉત્કર્ષ માટે તમામ પગલા લેવાની પૂનમબેને ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં અગ્રણીઓ હરીભાઈ નકુમ (પૂર્વ જિ. પં. ઉપપ્રમુખ), જિ. પં. વિપક્ષી નેતા મયુરભાઈ ગઢવી, ભાજપ અગ્રણીઓ અનીલભાઈ તન્ના, મનુભાઈ મોટાણી, પી. એમ. ગઢવી, ઈન્દ્રજીતસિંહ પરમાર, અમીતભાઈ શુકલ, રામદે વજશી નંદાણીયા, રાસંગપરના અગ્રણી જેસાભાઈ કરંગીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

જ્યારે ખંભાળિયા વ્હોરા સમાજની મિટિંગ તાજેતરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં યોજાઈ હતી. જેમાં વ્હોરા આગેવાનોને પૂર્વ ધારાસભ્ય તથા ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા, અગ્રણી મયુરભાઈ ગઢવી વગેરેએ રાજ્ય તથા દેશના વિકાસમાં જોડાવા ભાજપને મત આપવા માટે આહ્વાન કર્યું હતું જેને ઉપસ્થિત આગેવાનોએ વધાવી લીધું હતું. આ મિટિંગમાં દિલીપભાઈ ઘઘડા, પી. એમ. ગઢવી, મનુભાઈ મોટાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.



ખંભાળીયામાં ભા.જ.પ. ના ઉમેદવાર પૂનમબેન માડમને જબરૃં સમર્થનઃ ભાજપ દ્વારા ડોર-ટુ-ડોર સઘન લોકસપંર્ક

ખંભાળીયાના વિકાસકાર્યોથી જનતા પ્રભાવિતઃ

જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં ખંભાળિયા શહેરમાં ભાજપ દ્વારા વોર્ડ નં. ૪ થી ડોર ટુ ડોર લોકસંપર્ક શરૃ કરવામાં આવ્યો હતો.

ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી શ્વેતાબેન શુક્લ, શહેર પ્રમુખ અમીતભાઈ શુકલ, મેઘાબેન વ્યાસ, આલાભાઈ ડોરૃ, અશોકભાઈ કાનાણી, તૃપ્તીબેન શુકલ, દીપાબેન લાલ, પાયલબેન જોશી તથા અમુભાઈ બરછા પણ જોડાયા હતા. ખંભાળિયા પાલિકા ભાજપના શાસનમાં રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોથી પ્રભાવિત લોકોએ ભાજપને મત આપવા સમર્થન આપ્યું હતું તથા આગેવાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.