અદાલતમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવાયા 
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર તાલુકાના જીવાપર ગામે આવેલ " શ્રી સ્વાશ્રય કૃષિ સેવા સહકારી મંડળી"ના પ્રમુખ તથા મંત્રી ની બેન્કમાં નાણાકીય કૌભાંડ આચરવાના ગુન્હામાં એલસીબીએ ધરપકડ કરી ચાર દિવસ રિમાન્ડ મેળવી આ કૌભાંડનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી છે. 
મળતી વિગત મુજબ જીવાપર ગામના જેન્તીભાઇ રણમલભાઈ પરમારે સન 2008 થી 2013ના સમયગાળા દરમ્યાન જીવાપર ગામે આવેલ  " શ્રી સ્વાશ્રય કૃષિ સેવા સહકારી મંડળી" પ્રાગજીભાઈ વેલજીભાઈ પરમાર (પ્રમુખ), વાલજીભાઈ વશરામભાઈ પરમાર (મંત્રી) બંનેએ મંડળીમાં સુવ્યસ્થીત પૂર્વઆયોજિત કાવતરૂ રચી મંડળીમાંથી અલગ-અલગ ખેડૂતના ખેતીની જમીનના કોઈપણ રીતે ખોટા દસ્તાવેજો બનાવી, ફોટાઓ મેળવી, શાખપત્રમાં છેડછાડ કરી 16 ખેડુતના ખોટા ખાતા ખોલી કુલ મળી રૂ. 1,47,82,125નું કૌભાંડ આચરેલ તે મતલબની પોલીસ ફરિયાદ નોંધાવેલ. અને તપાસ દરમ્યાન આરોપીઓએ આશરે 15 કરોડથી વધુ નાણાકીય હેરાફેરી કરી કૌભાંડ આચરેલ હોવાનું ખુલવા પામ્યું છે. 
હાલમાં આ તપાસ એલસીબીની સોંપવામાં આવેલ હોય દરમ્યાન પ્રમુખ પ્રાગજીભાઈ વેલજીભાઇ પરમાર કે જેઓ ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેન્ક લીમીટેડના ડાયરેક્ટર તરીકે હતા અને વાલજીભાઇ વશરામભાઈ પરમાર (મંત્રી)એ ગુજરાત હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવતા તપાસનીસ અધિકારી કે.કે. ગોહિલે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ અરજી સાથે હાજર રહી ધારદાર દલીલ કરતા બંનેના ચાર દિવસના રિમાન્ડના મંજુર કરવામાં આવેલ છે. 
ત્યારબાદ તપાસનીસ અધિકારી બંનેની પુછપરછ કરતા મંડળીના જવાબદાર ડાયરેક્ટર તેમજ ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓ. બેન્ક લીમીટેડના બેન્ક અધિકારી, મેનેજર તથા પદાધીકારીઓની સંડોવણી અંગે તપાસ કરી અન્યની સંડોવણી છે કે કેમ? તે બાબતે તપાસનો દોર આગળ વધાર્યો છે. 
આ કાર્યવાહી પી.આઈ. આર.એ.ડોડીયા, પીએસઆઇ કે.કે. ગોહિલ, આર. બી.ગોજીયા સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ  પટેલ, નાનજીભાઈ  પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ઘોચીયાં, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, મિતેશભાઈ પટેલ, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લક્ષ્મણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી દ્વારા કરવામાં આવી હતી.