તસ્વીર - રામ મોઢવાડીયા, પોરબંદર

મોર્નિંગ - પોરબંદર 
દ્વારકાથી સોમનાથ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડ પર અકસ્માતોમાં પણ દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયામાં જ ૩ અકસ્માતો ના બનાવ બની ગયા છે જોકે સદનસીબે આ ત્રણેય અકસ્માતે કોઈ મોટી જાનીહાની થયેલ નથી. 

ત્યારે ગઈ કાલે બપોરબાદ પોરબંદર નજીક રાતડી અને પાલખડા ગામ વચ્ચે ગ્રીલ કંપનીના પાણીના ટેન્કર દ્વારા રોડ પર પાણીનો છટકાવ થઇ રહ્યો હતો ત્યારે અન્ય એક ટ્રક ચાલક એ પોતાનો ટ્રક પાણીના ટેન્કર સાથે અથડાવીને અકસ્માત નીપજાવ્યો હતો પરંતુ આ અકસ્માતમાં પણ કોઈ મોટી જાનહાની થયેલ નથી.