લખોટાને ભરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ તથા વેપારીઓની રજુઆત 
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરના જીવાદોરી સમાન અને એનેક લોકોના ડંકીના તળ સજા કરવા સમાન લાખોટા તળાવમાં હવે પાણી ખુટી રહ્યું છે અને તળાવનો કેટલોક હિસ્સો ખાલી ખમ જોવા મળી રહ્યો છે જેના કારણે આસપાસના વિસ્તારના ડંકીઓના તળ નીચે ઉતરી ગયા છે ઉપરાંત અંદર રહેલા જળચર પ્રાણીઓના જીવ ઉપર જોખમ તોડાઈ રહ્યું છે આવા સંજોગોમાં રણમલ તળાવને પણ નર્મદાના નીરથી ભરવા માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જામનગર વેપારી મહામંડળ દ્વારા રાજ્યના મુખ્ય મંત્રીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. 
જામનગર શહેરમાં આવેલા લાખોટા તળાવમાં હાલ ઉનાળાના કારણે પાણીનો જથ્થો દિનપ્રતિદિન ઘટતો જાય છે આવા સંજોગોમાં લાખોટા તળાવને પણ નર્મદાના નીરથી ભરવા માટેની અગાઉ વાતો થઇ હતી અને જામનગર મહાનગરપાલીકાના તંત્ર દ્વારા કેનાલ વગેરેની સફાઈ યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને તળાવમાં પાણી ઠાલવવાની કાર્યવાહી અધ્ધર તાલ થઇ ગઈ હતી હાલમાં તળવાનું પાણી પણ ધીમે ધીમે ખાલી થતા તળાવનો કેટલોક હિસ્સો ખાલી ખમ જોવા મળી રહ્યો છે જયારે તળાવની અંદર રહેલા જળચર પ્રાણીઓના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે, ઉપરાંત તળાવનું પાણી સુકાતા આસપાસના વિસ્તારના ડંકીઓના તળ નીચે ચાલ્યા જતા ડંકી, બોર, કુવાઓ પણ ડુકી ગયા છે. 
હજુ ચોમાસુ પ્રારંભ થવાને ઘણા સમયની વાર છે જે દરમ્યાન મહાનગરપાલીકા દ્વારા કેનાલ મારફતે તળાવમાં પાણી પહોંચાડવામાં આવે તો નર્મદાના નિરના કારણે તળાવમાં પાણી ઠાલવવાથી આસપાસના વિસ્તારના બોર ડંકીના તળ સાજા થઇ જશે અને જળચર પ્રાણીઓનો પણ બચાવ થઇ જશે જે અંગે રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરવા માટે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા પણ પત્રો પાઠવવામાં આવી રહ્યા છે, જામગનરની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાણી પુરવઠા બોર્ડને પત્ર પાઠવી નર્મદાના નીર રણજીત સાગરથી અથવા પમ્પહાઉસથી કેનાલ મારફતે લાખોટા તળાવમાં ઠાલવવા રજુઆત કરાઈ છે. જામનગર વેપારી મહા મંડળ દ્વારા પણ લાખોટા તળાવને પાણીથી ભરવા માટે મહાનગરપાલીકાને રજુઆત કરવામાં આવી છે.