જામનગર મોર્નિંગ - જામનગર 
ગોંડલના સેવાભાવી તેમજ શ્રી ગેલી અંબે ગરબી મંડળના સંચાલક તેમજ ગોંડલ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન તેમજ ઓલ ઇન્ડીયા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને પટેલ સમાજના આગેવાન રમેશભાઇ ધડુકના માતૃશ્રી ગં.સ્વ. ઉજીબેન લવજીભાઇ ધડુક શ્રીજી ચરણ પામવાથી પટેલ સમાજમાં ઘેરા શોક ફેલાયો રમેશભાઇ ધડુક મથુરામાં પટેલ સમાજના મુખ્ય અકિલા દાતા છે. ગોંડલમાં કન્યા છાત્રાલયમાં તેમનો મહત્વનું યોગદાન છે. રમેશભાઇ ધડુકના સૌથી મોટાભાઇ વિઠ્ઠલભાઇ ધડુક જેઓ કન્યા છાત્રાલયના પ્રમુખ છે. મોટાભાઇ મનસુખભાઇ ધડુક બાલાજી રોલીંગ મીલના માલિક છે. રમેશભાઇ  ધડુકના માતૃશ્રી ગં. સ્વ. ઉજીબેન લવજીભાઇ ધડુક ઉ.વ.૮૭ તા. ર/પને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેઓની અંતિમક્રિયા હિન્દુ વૈદિક ક્રિયાથી (ચંદનના કાસ્ટથી) કરવામાં આવશે. સેવાભાગી, શ્રી ગેલી અંબે ગરબી મંડળના સંચાલક, પૂર્વ ચેરમેન માર્કેટયાર્ડ, ઓલ ગુજરાત માર્કેટ યાર્ડના ચેરમેન તેમજ પટેલ સમાજના આગેવાન રમેશભાઇ ધડુકના માતૃશ્રી ગં.સ્વ. ઉજીબેન લવજીભાઇ ધડુક શ્રીજી ચરણ પામવાથી પટેલ સમાજનાં ઘેરો શોક ફેલાયો. તે વિઠ્ઠલભાઇ લવજીભાઇ ધડુક (પ્રમુખ કન્યા છાત્રાલય, ગોંડલ), મનસુખભાઇ લવજીભાઇ ધડુક (બાલાજી રોલીંગ મીલ) તેમજ રમેશ લવજીભાઇ ધડુક (અગ્રણી ઉદ્યોગપતિ)ના માતુશ્રી તેમજ મોહનભાઇ નાથાભાઇના ભાભી તેમજ સ્વ. સંતોકબેન કેશવજીભાઇના દેરાણી શ્રી ચરણ પામેલ છે.