છેડતીના મામલે સમાધાન દરમિયાન છ શખ્સે ભેગા મળી ઉંચો કરી પારી સાથે ભટકાડયો: માથામાં ગંભીર ઇજાથી દમ તોડી દીધો: અન્ય બે ને ઢીકાપાટુથી મારકુટ: હત્યા સબબ ગુન્હો દાખલ: આરોપીઓ ફરાર 
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના મેઘપર ગામે શખ્સે કરેલ છેડતીના બનાવમાં સમાધાન દરમિયાન તેના ભાઈની મહિલાઓ છ શખ્સે ઉંચો કરી પારી સાથે ભટકાડી હત્યા નિપજાવતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. તથા આ શખ્સ સહિત તેના બીજા ભાઈને ઢીકાપાટુ ફટકારી તમામ શખ્સો પલાયન થઇ જતા મેઘપર પોલીસે હત્યા સબબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 
મળતી વિગત મુજબ જામનગરના મેઘપર ગામે હાલ રામદુતનગર ખાતે રહેતા અને મુળ મધ્યપ્રદેશના કાંકરાદરા ગામના આબુ નામના યુવાને ગત તા. 9/5/19ના રોજ કાન્તાબેન સુખીયા ભુરીયાના ઘરે જઈ ઝુંપડામાં જઈ તેણીની છેડતી કરેલ જે બાબતનું સમાધાન કરવા ગત તા. 11/5/19ના રોજ આબુએ કાન્તાબેન અને તેણીના પરિવારના સભ્યોને અત્રે વિવેકાનંદ શાળા પાસે બોલાવેલ આ દરમિયાન કાન્તાબેન તથા પરિવારના વિકાસ સખીયા ભુરીયા, સખીયા ભુરીયાના પત્નિ, રાજેશ સખીયા ભુરીયા, સુનિલ આદિવાસી નામના 6 શખ્સે ગેરકાયદે મંડળી રચી પોતાનો સામાન્ય ઈરાદો પૂરો પાડવા પ્રથમ આબુને ઢીકાપાટુ ફટકાર્યા હતા દરમિયાન તેનો ભાઈ બાબુ તથા બહાદુર ગેંદાભાઈ વચ્ચે બચાવવા પડતા બાબુને પણ ઢીકાપાટુ ફટકારેલ તેમજ બહાદુરને ઢીકાપાટુ ફટકારી પગના ભાગેથી તમામ શખ્સે ઉંચકી જમીન પર બ્લોકને ફરતે ઉભી કરવામાં આવેલ પારી પર માથાના ભાગે પછાડતા તેનું માથાના અને જમણા કાનના ઉપરની સાઈડમાં જીવલેણ ઇજા પહોંચતા મોત નીપજ્યનીપજ્યું હતું. ત્યારબાદ હત્યારાઓ ત્યાંથી પલાયન થઇ જતા મૃતકના ભાઈ બાબુ ગેંદાભાઈ ડોડીયારએ તમામ સામે મેઘપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ ડી.એસ.વાઢેર અને સ્ટાફે સ્થળ પર દોડી જઈ છ શખ્સ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.