જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિરમાં સતત 54 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે અને 55માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, અને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જે બાલા હનુમાન મંદિરમાં આગામી તા. 06-05-2019ને સોમવારના દિવસે 20 હજાર દિવસો પૂર્ણ થતા હોવાથી તેની ઉજવણી માટેના વિશિષ્ટ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેના ભાગ રૂપે સાર્વજનિક દીવાઓની દિવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 
જામનગરના શ્રી બાલા હનુમાન સંઘ કિર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 6મે અને સોમવારના દિવસે અખંડ રામધૂનને 20 હજાર દિવસ પૂર્ણ થતા હોવાથી સાંજે 7.30 વાગ્યે સાર્વજનિક દીવાઓની દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે આરતીમાં જામનગર શહેરના પ્રયેક ધર્મપ્રેમી અનુયાયીઓ જોડાઈ શકે અને આરતીનો લાભ લઈ શકે તે માટે સાર્વજનિક આરતીનું આયોજન કરાયું છે. કોઈપણ ધર્મ પ્રેમી પોતાના ઘરેથી આરતી અથવા આરતીની થાળી પોતાના ઘરેથી સાંજે 7.30 વાગ્યે બાલાહનુમાનજીના મંદિરમાં ઉપસ્થિત રહે અને દિવ્ય આરતીમાં જોડાય તેવો મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ દિવસે મંદિરને સંપૂર્ણ પણે જળહળતી રોશની થી સુશોભીત કરાશે ઉપરાંત સમગ્ર મંદિર પરિસરમાં ભાવિકો ચો તરફ ઉભા રહીને સાર્વજનિક આરતીમાં હિસ્સેદાર બનેશે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવાંમાં આવી રહી છે. હાલમાં દરરોજ સંગીતમય રીતે રામધૂનનાં કાર્યક્રમો ચાલી રહ્યા છે અને શાસ્ત્રીય સંગીતના સથવારે દરરોજ રામધૂન બોલાવાય છે જેમાં પણ બહોળી સંખ્યામાં ભાવિકો જોડાય છે.