રૂ. એક લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે: બે સપ્લાયરના નામ ખુલ્યા  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરના બે જુદા-જુદા વિસ્તારમાંથી બે નંગ પિસ્તોલ અને છ નંગ જીવતા કાર્ટીસ સાથે ત્રણ શખ્સને એલસીબીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા શખ્સની પુછપરછ દરમ્યાન બે શખ્સે જામનગરમાંથી અને એક શખ્સે ઉત્તરપ્રદેશમાંથી મેળવ્યાની કબૂલાત આપી હતી. 
મળતી વિગત મુજબ જામનગર ગુલાબનગર ઢાળીયા પાસેથી રવિભાઈ ભરતભાઈ ચૌહાણ ( રહે. જુના રેલવે સ્ટેશન) અને યાસીન ઉર્ફે ટીંકુ શબીરભાઈ માડકિયા (રહે. ગુલાબનગર) નામના બંને શખ્સને ગુલાબનગરના પેલા ઢાળીયા પાસેથી રૂ. 50 હજારની કિંમતની એક પિસ્તોલ અને ચાર નંગ જીવતા કાર્ટીસ કિંમત રૂ. 400 સાથે બંનેની એલસીબીએ ધરપકડ કરી હતી અને પુછપરછ દરમ્યાન ઇસ્માઇલ ઉર્ફે ચાચુ નુરમામદ ચમડીયા (રહે. જુના રેલવે સ્ટેશન) નામના શખ્સ પાસેથી આ હથિયાર મેળવ્યાની આરોપીએ કબૂલાત આપી હતી.
જયારે જામનગરના ડેન્ટલ હોસ્પિટલ, કબીરનગર જીમખાના રોડ પાસેથી ભરત ઉર્ફે ડાડુભાઈ છગનભાઇ બાંભણીયા (રહે. ગુલાબનગર, રાજમોદી ટાઉનશીપ) નામના શખ્સને રૂ. 50 હજારની કિંમતની એક પિસ્તોલ અને રૂ. 200 ની કિંમતના જીવતા બે નંગ કાર્ટીસ સાથે એલસીબીએ ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સે આ હથિયાર ઉત્તરપ્રદેશના મથુરામાંથી મેળવ્યાની કબૂલાત આપી હતી.      
આ કાર્યવાહી પીઆઈ આર.ર.ડોડીયા, પીએસઆઈ કે.કે. ગોહીલ, એર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, અજયસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, દિનેશભાઈ ગોહિલ, લક્ષમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.